Wednesday, 31 May 2023

ભગવાન સદા સ્વાધીન છે.


જેમના કર્મો હંમેશા નિર્મળ હોય છે તેવા ભગવાન બધી જ 
ઇન્દ્રિયોના અધિપતિ છે અને પોતાના ઐશ્વર્ય ( ધન, સત્તા,
કીર્તિ, સૌંદર્ય, જ્ઞાન અને ત્યાગ ) થી સર્વસમર્થ છે તેઓ વિશ્વને 
સર્જાવે છે, તેમને પાળે - પોષે છે અને સંહારે છે અને છતાં તે 
કર્મોથી બિલકુલ નિર્લેપ રહે છે. તેઓ દરેક જીવમાં રહેલા છે 
અને સદા સ્વાધીન છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 30 May 2023

ગર્ભશ્રીમંત કુળમાં જન્મ


જે યોગીઓ યોગમાં અસફળ રહે છે તે યોગી પુણ્યાત્મા લોકોના 
લોક માં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના
અથવા તો ગર્ભશ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 29 May 2023

બ્રહ્માના એક દિવસ જેટલા સમયમાં


બ્રહ્માના જીવનના એક દિવસ જેટલા સમયમાં (ચાર અબજ ત્રણ કરોડ સૂર્ય વર્ષ )
ચૌદ મનુઓ થાય છે. જે મુજબ તેમના એક વર્ષમાં પાંચ હજાર ચાલીસ મનુઓ થાય છે.
બ્રહ્મા પોતાની ઉંમરના એકસો વરસ સુધી જીવે છે. 
બ્રહ્માંડો તો અસંખ્ય હોય છે, તે દરેકમાં એક બ્રહ્મા હોય છે અને તે બધા શ્રી મહા વિષ્ણુના 
એક શ્વાસમાં સર્જાય છે ને લય પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 27 May 2023

પરમાત્મા બધી વસ્તુઓમાં રહેલા છે


यथा ह्यवहितो वह्निर्दारुश्वेकः स्वयोनिषु |
नानेव भाति विश्वात्मा भूतेषु च तथा पुमान् ||

જેવી રીતે અગ્નિ લાકડામાં વ્યાપ્ત છે તેવી રીતે ભગવાન 
પરમાત્મા તરીકે બધી વસ્તુઓમાં રહેલા છે અને તેથી ,
તેઓ એક અને અનન્ય હોવા છતાં અનેક પ્રકારે દેખાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

Friday, 26 May 2023

સંપૂર્ણપણે સુખી


હૃદયમાં પ્રેમમયી ભક્તિ જેવી દ્રઢપણે સ્થાપિત થાય છે કે 
તરત જ કામ, ઈચ્છા, લોભ વગેરે રજોગુણ અને તમોગુણ ની
અસરો હૃદયમાંથી અદ્રશ્ય થાય છે. પછી ભક્ત સત્વગુણમાં 
સ્થાપિત થાય છે અને તે સંપૂર્ણપણે સુખી બને છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday, 25 May 2023

ભગવાન વાસુદેવ ની કથા માં પ્રીતિ જાગે છે


જેઓ બધા પાપોમાંથી પૂર્ણપણે મુક્ત થઇ ગયા છે 
એવા ભક્તો ની સેવા કરવાથી મહાન સેવા થાય છે.
આવી સેવાથી મનુષ્યને ભગવાન વાસુદેવ ની કથા 
સાંભળવામાં પ્રીતિ જાગે છે.
ભગવાનને સીધી સેવા કરવાથી જેટલા રાજી કરી શકાય 
તેના કરતા તેમના સેવક ની સેવા કરવાથી તેમને વધારે 
રાજી કરી શકાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

પરમેશ્વર શ્રીહરિ ને પ્રસન્ન કરી શકાય ?


પરમેશ્વર શ્રીહરિ ને પ્રસન્ન કેવી રીતે કરી શકાય ?
શાસ્ત્રો ના નિષ્કર્ષ પ્રમાણે જીવનના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે 
નિયત કરવામાં આવેલા પોતાના વ્યવસાય મુજબના કર્તવ્યોને 
પરિપૂર્ણ કરવાથી મનુષ્ય સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે.
પરંતુ વર્ણો નું વર્ગીકરણ મનુષ્યના કર્મો અને ગુણ પ્રમાણે કરવામાં 
આવે અને નહિ કે જન્મ પ્રમાણે. 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।