Tuesday, 31 October 2023

ભગવાનની શક્તિ


कालसञ्ज्ञां तदा देवीं बिभ्रच्छक्तिमुरुक्रमः । 
त्रयोविंशतितत्त्वानां गणं युगपदाविशत् ॥

પદાર્થનાં ઘટક તેવીસ ગણાય છે. મહત્તત્ત્વ (કુલ ભૌતિક શક્તિ), 
અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, 
આકાશ, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, હાથ, પગ, મળદ્વાર, 
જનનેન્દ્રિય, વાણી ને મન. કાળના પ્રભાવથી આ બધાં એકીસાથે 
જોડાય છે અને ફરી સમય જતાં તેમનું વિધટન પણ થઈ જાય છે. 
આથી કાલ એ ભગવાનની શક્તિ છે અને તે ભગવાનના આદેશ 
અનુસાર પોતાની રીતે પોતાનું કાર્ય કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 30 October 2023

પ્રેમમય ભક્તિ


तथापरे चात्मसमाधियोगबलेन जित्वा प्रकृतिं बलिष्ठाम् |
त्वामेव धीराः पुरुषं विशन्ति तेषां श्रमः स्यान्न तु सेवया ते ||

દૃઢ આત્મશક્તિ અને જ્ઞાનના બળે પ્રાકૃતિક ગુણો પર વિજય મેળવનાર દિવ્ય 
આત્મસમાધિના યોગી એવા અન્ય ધીર પુરુષો પણ આપનામાં પ્રવેશ પામે છે
પરંતુ તેમને માટે આ અત્યંત કષ્ટપ્રદ છે, જયારે ભક્ત માત્ર પ્રેમમય ભક્તિ કરે છે 
અને આ રીતે તેને કોઈ કષ્ટ સહન કરવું પડતું નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 28 October 2023

‘અહંતા’ તથા ‘મમતા’



यत्सानुबन्धेऽसति देहगेहे ममाहमित्यूढदुराग्रहाणाम् | 
पुंसां सुदूरं वसतोऽपि पुर्यां भजेम तत्ते भगवन् पदाब्जम् ||

હે ભગવાન, નાશવંત શરીર અને સગાંઓના અનિચ્છનીય
દુરાગ્રહમાં જકડાયેલા અને ‘અહંતા’ તથા ‘મમતા’ના વિચારોથી 
બંધાયેલા લોકો તેમના પોતાના જ હૃદયમાં આપનાં ચરણકમળ 
હોવા છતાં તે ચરણકમળનું દર્શન કરવાને અસમર્થ છે, પણ અમે
તો આપના ચરણકમળનો જ આશ્રય લઈએ છીએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

Friday, 27 October 2023

અભય પ્રદાન


विश्वस्य जन्मस्थितिसंयमार्थे कृतावतारस्य पदाम्बुजं ते |
व्रजेम सर्वे शरणं यदीश स्मृतं प्रयच्छत्यभयं स्वपुंसाम् ||

હે ભગવાન, દ્રશ્યમાન વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે આપ 
અવતાર ધારણ કરો છો, અને તેથી અમે સૌ આપના ચરણકમળનો 
આશ્રય લઈએ છીએ, કારણ કે આપણા ભક્તોને આપનું સદા સ્મરણ 
અભય પ્રદાન કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 26 October 2023

જ્ઞાન અર્થ


આધ્યાત્મિક જ્ઞાનના વિકાસથી જ ભૌતિક આસક્તિઓથી 
વૈરાગ્ય ઉપજી શકે અને વૈરાગ્ય વિના જ્ઞાનનો કાંઈ અર્થ નથી.
ભૌતિક ભોગવિલાસ માટે સૌથી દ્રઢ આસક્તિ મૈથુન અથવા 
વિષયસુખ છે. એટલે જે મૈથુનસુખમાં આસક્ત છે, તે જ્ઞાનવિહોણો 
છે એમ સમજવું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 25 October 2023

જ્ઞાનથી પ્રકાશિત


यच्छ्रद्धया श्रुतवत्या य भक्त्या सम्मृज्यमाने हृदयेऽवधाय | 
ज्ञानेन वैराग्यबलेन धीरा व्रजेम तत्तेऽङ्घ्रिसरोजपीठम् ||

વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપના ચરણકમળની કથાનું 
માત્ર શ્રવણ કરે અને હૃદયમાં તેમનું ધ્યાન ધરે કે તરત જ જ્ઞાનથી 
પ્રકાશિત થઈ જાય છે અને વૈરાગ્યના બળથી તેને સાંત્વન મળે છે. 
તેથી અમારે આપના ચરણકમળનો જ આશ્રય લેવો જોઈએ.

||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||  


 

Tuesday, 24 October 2023

સર્વ યાત્રાધામોના આશ્રય


मार्गन्ति यत्ते मुखपद्म नीडैश्छन्दः सुपर्णैर्ऋषयो विविक्ते |
यस्याधमर्षोदसरिद्वरायाः पदं पदं तीर्थपदः प्रपन्नाः ||

ભગવાનનાં ચરણકમળ સ્વયં સર્વ યાત્રાધામોના આશ્રય સમાં છે.
વેદોની પાંખે વિહાર કરતા નિર્મળ મનના મહર્ષિઓ સદાય આપના 
વદનકમળના માળાનો આશ્રય શોધતા હોય છે. તેઓમાંના કેટલાક 
પાપનાશિની ગંગા જેવી ઉત્તમ નદીઓના આશ્રય કરી ડગલે ને પગલે 
આપના ચરણકમળનું શરણ સ્વીકારે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।