Saturday, 19 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.17


અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ ।
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હુતિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.17

નાશરહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ
જગત-દૃશ્યવર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ
કરવા કોઈ પણ સમર્થ નથી.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 18 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.4


नैमिषेऽनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः ।
सत्रं स्वर्गायलोकाय सहस्त्रसममासत ॥ ४ ॥
શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.4

એક વખત નૈમિષારણ્યના વનરૂપી પવિત્ર સ્થળે શૌનક
મુનિના પ્રતિનિધિત્વ હેઠળ મહાન ઋષિઓ ભગવાન તથા
તેમના ભક્તોની પ્રસન્નતા અર્થે એક હજાર વર્ષોનો મહાન
યજ્ઞ કરવા માટે એકત્રિત થયા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.16


નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ।
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.16

અસત્ પદાર્થની સત્તા નથી અને સત્નો અભાવ નથી;
આ બન્નેનું તત્ત્વ તત્ત્વજ્ઞાની પુરુષોએ જોયું છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//


 

Thursday, 17 September 2026

શ્રીમદ્ ભાગવતમ્ 1.1.3


निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतम् ।
पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ॥
શ્રીમદ્ ભાગવતમ્ 1.1.3

હે નિષ્ણાત અને વિચારવંત જનો, વૈદિક સાહિત્યરૂપી કલ્પવૃક્ષના
 આ પરિપક્વ ફળ શ્રીમદ્ ભાગવતમ્નો રસાસ્વાદ માણો. તે શુકદેવ ગોસ્વામીના
 શ્રીમુખેથી ઉદ્ભવ્યું છે અને તેથી હજી વધુ સ્વાદિષ્ટ બન્યું છે. તેનો અમૃતમય રસ
 જોકે પહેલાંથી જ મુક્ત આત્માઓ સહિત સર્વને માટે આસ્વાદ્ય હતો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.15


યં હિ ન વ્યથયન્યેતે પુરુષં પુરુષર્ષભ ।
સમદુઃખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.15

કેમકે હે પુરુષશ્રેષ્ઠ! દુઃખ-સુખને સમાન સમજનાર
જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો
વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પાત્ર થાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 16 September 2026

શ્રીમદ્દ ભાગવતમ્ 1.1.2


धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् |
श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् ||

આ ભાગવતપુરાણ સર્વોચ્ચ સત્યનું પ્રતિપાદન કરે છે, તેમ જ ભૌતિક દૃષ્ટિબિંદુથી પ્રેરાયેલી સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. તે હૃદયથી પૂર્ણપણે શુદ્ધ એવા ભક્તો દ્વારા જ સમજી શકાય તેવું છે. સર્વોચ્ચ સત્ય એ માયાથી ભિન્ન વાસ્તવિક્તા છે અને સૌનું કલ્યાણ કરનાર છે. આવું સત્ય એ ત્રિવિધ દુ:ખોનો મૂળમાંથી જ ઉચ્છેદ કરે છે. મહાન ઋષિ વ્યાસદેવ દ્વારા તેમની પરિપક્વ અવસ્થામાં રચવામાં આવેલું આ મનોહર ભાગવતમ્ પોતે એકલું જ ભગવાનના સાક્ષાત્કાર માટે પૂરતું છે. તો પછી અન્ય કોઈ શાસ્ત્રની જરૂર જ શી છે? જેવું કોઈ એકચિત્તે તેમ જ શરણભાવે ભાગવતના સંદેશાનું શ્રવણ કરે છે કે તરત જ આ જ્ઞાનના સંસ્કારને લીધે પરમેશ્વર તેના હૃદય મધ્યે સ્થાપિત થાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.14


માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.14

હે કુંતીપુત્ર! ઠંડી-ગરમી અને સુખ-દુઃખ દેનારા ઇન્દ્રિયો
સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ છે,
અનિત્ય છે; માટે હે ભારત! તેમને તું સહન કર.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//