Thursday, 8 June 2023

નિષ્ફળતાનો ભય નથી


त्यक्त्वा स्वधर्मं चरणाम्बुजं हरे र्भजन्न पक्वोडथ  पतेत्ततो यदी |
यत्र क्व वाभद्रमभूदमुष्य किं को वार्थ आप्तोडभजतां स्वधर्मतः ||

 પરમેશ્વરની ભક્તિમય સેવામાં લાગી જવા માટે જેમણે પોતાની 
ભૌતિક પ્રવૃતિઓ છોડી દીધી છે, તેઓ કેટલીકવાર અપરિપક્વ 
દશામાં હોય ત્યારે પતન પણ પામે છે. છતાં પણ તેમને માટે નિષ્ફળ 
જવાનો કોઈ ભય નથી. બીજી બાજુએ, એક અભક્ત પોતાના કર્તવ્યોમાં 
પુરેપુરો વ્યસ્ત રહેલો હોવા છતાં કંઈ જ પામતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 7 June 2023

માત્ર બીજાને સુખ આપવું


જેઓ ભગવત્કાર્યને વરેલા છે તેઓ માત્ર બીજાઓના 
કલ્યાણ, સુખ અને પ્રગતિ માટે જ જીવે છે. તેઓ પોતાના 
કોઈ અંગત સ્વાર્થ માટે જીવતા નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 6 June 2023

ભગવાનની સેવા

 


य एषां पुरुषं साक्षाद् आत्मप्रभवमिश्वरम् |
न भजन्त्य अवजानन्ति स्थानाद् भ्रष्टाः पतन्त्य् अधः ||

"જે મનુષ્ય જીવમાત્રના ઉદ્ભવસ્થાન આદ્ય ભગવાનની સેવા 
કરતો નથી અને સ્વકર્તવ્યનિ ઉપેક્ષા કરે છે, તે નિશ્ચિતપણે 
પોતાની સ્વરૂપાવસ્થામાંથી નીચે પતન પામે છે"

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


Monday, 5 June 2023

ગોવિંદ ના નામનો જપ


શ્રીપાદ શંકરાચાર્યે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મનુષ્યે ભગવાન શ્રીકૃષ્ણના 
ચરણારવિંદ નો આશ્રય ગ્રહણ કરવો જોઈએ, કારણ કે ચર્ચા કર્યા કરવાથી કોઈ 
લાભ થવાનો નથી. પરોક્ષ રીતે શ્રીપાદ શંકરાચાર્યે કબુલ્યું કે તેમણે વેદાંત સૂત્રોનો 
પ્રભાવશાળી ભાષામાં જે ઉપદેશ આપ્યો હતો, તે માણસને મરણ સમયે ઉપયોગી 
નથી થતો. મૃત્યુની અંતિમ પળે તો મનુષ્યે ગોવિંદ ના નામનો જપ કરવો જોઈએ.
લાંબા કાળ અગાઉ શુકદેવ ગોસ્વામીએ આ જ સત્યની જાણ કરી હતી કે અંતિમ 
સમયે માણસે નારાયણનું સ્મરણ કરવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 3 June 2023

ભાગવત પુરાણ


ભાગવત પુરાણ સૂર્ય સમાન તેજસ્વી છે અને ભગવાન શ્રીકૃષ્ણ 
ધર્મ, જ્ઞાન વગેરે સહિત સ્વધામ પધાર્યા પછી તેનો ઉદય થયો છે.
કલિયુગમાં જેમણે અજ્ઞાનના ગાઢ અંધકાર ને લીધે દ્રષ્ટિ ગુમાવી 
છે તેમને આ પુરાણમાં થી પ્રકાશ પ્રાપ્ત થશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 2 June 2023

જનોઈ (યજ્ઞોપવિત)


હૃદયમાં બધા દેવગણ રહેલા છે, પ્રાણ પણ હૃદયમાં નિવાસ કરે છે, અને 
હૃદયમાંજ પ્રાણ તથા જ્યોતિ પણ પ્રતિષ્ઠિત છે. આ રીતે હૃદયમાં ત્રણ 
સ્વરૂપમાં બ્રાહ્મણો નિવાસ છે.
આ જ તથ્યને પ્રગટ કરવા માટે ત્રણ સૂત્રો (દોરા) થી યુક્ત "યજ્ઞસૂત્ર" અર્થાત 
જનોઈ (યજ્ઞોપવિત) છે. એવું એનું રહસ્ય જાણનારા માને છે. એ અવિનાશી 
પરબ્રહ્મ ચેતનાના રૂપમાં હૃદયમાં રહેલ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 1 June 2023

શ્રીકૃષ્ણનો શબ્દાવતાર


શ્રીમદ્ ભાગવતમ્ એ શ્રીકૃષ્ણનો શબ્દાવતાર છે જેને ભગવાન ના 
અવતાર એવા વ્યાસદેવે સંપાદન કરેલ છે. તે લોકોના અંતિમ શ્રેય
માટે છે અને તે સર્વ સુખમય, સર્વ આનંદમય અને સર્વાંગસંપૂર્ણ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।