Monday, 9 June 2025

સર્વ પ્રાણીઓનો આદિ અને અવિનાશી


महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिता: |
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ||
भ.गी. 9.13

પણ હે પૃથાનંદન ! દૈવી પ્રકૃતિને આશ્રિત અનન્ય
મનવાળા મહાત્માઓ મને સર્વ પ્રાણીઓનો આદિ
અને અવિનાશી સમજીને મારું ભજન કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 7 June 2025

સફળતા આપનારાં કર્મ અને જ્ઞાન


मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतस: |
राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिता: ||
भ.गी. 9.12

આસુરી રાક્ષસી અને મોહિની પ્રકૃતિનો જ આશ્રય
લે છે, આવા અવિવેકી મનુષ્યોની બધી આશાઓ
વ્યર્થ હોય છે, બધાં શુભ કર્મો વ્યર્થ હોય છે અને
બધાં જ્ઞાન વ્યર્થ હોય છે, અર્થાત્ તેમની આશાઓ,
કર્મ અને જ્ઞાન એટલે કે સમજણ સફળતા આપનારાં
નથી હોતાં.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 6 June 2025

મૂઢ માણસો મારી અવજ્ઞા કરે છે


 अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् |
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ||
भ.गी. 9.11

મૂઢ માણસો મારા સઘળાં પ્રાણીઓના મહાન
ઇશ્વરરૂપ પરમ ભાવને ન જાણીને મને મનુષ્ય
શરીરને આશ્રિત માનીને અર્થાત્ સાધારણ
મનુષ્ય માનીને મારી અવજ્ઞા કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//



Thursday, 5 June 2025

પ્રકૃતિ મારી અધ્યક્ષતામાં જગતને સર્જે છે


मयाध्यक्षेण प्रकृति: सूयते सचराचरम् |
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ||
भ.गी. 9.10

પ્રકૃતિ મારી અધ્યક્ષતામાં ચરાચરસહિત
આખા જગતને સર્જે છે. હે કુંતીપુત્ર ! આ
જ હેતુના લીધે જ સંસારનું વિવિધ પ્રકારે
પરિવર્તન થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 4 June 2025

પરમાત્માને એ કર્મો નથી બાંધતા


न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय |
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ||
भ.गी. 9.9

હે ધનંજય ! સૃષ્ટિ રચના વગેરે કર્મોમાં આસક્તિ
વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને
એ કર્મો નથી બાંધતા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 3 June 2025

વારંવાર રચના કરું છું


प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुन: पुन: |
भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ||
भ.गी. 9.8

પ્રકૃતિને વશમાં થવાથી પરતંત્ર થયેલા આ
સંપૂર્ણ પ્રાણીસમુદાયની કલ્પોના આદિમાં
હું મારી પ્રકૃતિને વશમાં કરીને વારંવાર
રચના કરું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 2 June 2025

મહાપ્રલયવેળાએ અને મહાસર્ગના સમયે


सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् |
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ||
भ.गी. 9.7

હે કુંતીનંદન ! કલ્પોનો ક્ષય થતાં એટલે કે
મહાપ્રલયવેળાએ બધાં પ્રાણીઓ મારી પ્રકૃતિને
પામે છે અને કલ્પોના આરંભે એટલે કે મહાસર્ગના
સમયે એમને હું ફરી સર્જુ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//