Sunday, 30 April 2023

ઈશ્વર એટલે આનંદ


ઈશ્વર એટલે આનંદ. એ આનંદને બહાર પકડવા જાય તેને 
આનંદ મળતો નથી. આનંદ બહાર નથી. આનંદ કોઈ સ્ત્રીમાં,
પુરુષ માં, મોટરમાં, બંગલામાં કે કોઈ પદાર્થ માં નથી. આનંદ 
તો આપણામાં અંદર છે. આપણી અંદર રહેલો આનંદ જ આપણને 
મળે છે. આનંદ આત્માનું સ્વરૂપ છે. આનંદ બહારથી આવતો નથી.
આનંદ આત્મા માંથી નીકળે છે. જે આનંદ ને બહાર વિષયોમાં શોધવા 
જાય છે, તેને આનંદ કે ઈશ્વર બેમાંથી એકેય મળતું નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

Saturday, 29 April 2023

ભગવાનની લીલા કોણ સમજી શકે છે


अतः श्रीकृष्ण नामादि न भवेद् ग्राह्यम् इन्द्रियै |
सेवोन्मुख् हि जिह्वादौ स्वयम् एव स्फ़ुर्त्यद् ||


કોઈ પણ મનુષ્ય પોતાની ભૌતિક રીતે દુષિત થયેલી ઇન્દ્રિયો દ્વારા 
શ્રીકૃષ્ણનાં નામ,રૂપ,ગુણ તથા તેમની લીલાઓની દિવ્ય પ્રકૃતિને 
સમજી શકતો નથી.ભગવાનની દિવ્ય સેવા દ્વારા આધ્યાત્મિક રીતે 
સંતૃપ્ત થયા પછી જ તે ભગવાનનાં દિવ્ય નામ,રૂપ, ગુણ તથા લીલાઓને 
સમજી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

Friday, 28 April 2023

પરમાત્મા સદાય સ્થિત છે


जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः |
शितोष्ण सुखदुःखेषु  तथा मानापमानयोः ||

ટાઢ-તડકો, સુખ-દુઃખ તેમજ માન-અપમાનમાં જેના અંતઃ કરણની 
વૃત્તિઓ શાંત છે, એવા સ્વાધીન આત્માવાળા પુરુષમાં પરમાત્મા 
સદાય સ્થિત છે. પરમાત્મા એનાથી કદી અલગ થતા નથી. " जितात्मा"
 અર્થાત  જેણે મનસહિત ઇન્દ્રિયો જીતી લીધી છે તેની વૃત્તિ પરમશાંતિમાં 
પ્રવાહિત થાય છે. ( આ જ આત્મા ના ઉદ્ધાર ની અવસ્થા છે.)

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 27 April 2023

ભગવદ્દગીતા શું શીખવે છે ?


આપણે માત્ર શરીરથી જ નહિ પરંતુ આપણા મન તથા બુદ્ધિથી પણ કર્મ કરીએ છીએ.
તેથી મન તથા બુદ્ધિ પરમેશ્વરના વિચારોમાં જ સદા પરોવાયેલા રહે, તો સ્વાભાવિક રીતે 
ઇન્દ્રિયો પણ તેમની સેવામાં પરોવાયેલી રહેશે.ઉપરછલ્લી રીતે, ઓછામાં ઓછું ઇન્દ્રિયોના 
કાર્ય તો એના એ જ રહે છે, પરંતુ ચેતનામાં પરિવર્તન થાય છે. મન તથા બુદ્ધિ ને ભગવાનના 
વિચારમાં કેવી રીતે તલ્લીન રાખવા, તે ભગવદ્દગીતા શીખવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 25 April 2023

ખરેખરો પાગલ


લોકો કહે છે કે ગોપીઓ શ્રી કૃષ્ણ ની પાછળ પાગલ બની ગઈ હતી.
પણ પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી.પૈસા માટે લોકો પાગલ 
બને છે, ત્યારે તેમને ભૂખ તરસ લાગતી નથી, કામી મનુષ્ય ને સ્થળ, કાળ નું 
ભાન રહેતું નથી, ત્યારે આ ગોપીઓ પરમાત્મા માટે પાગલ બની છે.
સંસારના વિષયો ભોગવવા પાગલ બને તે જ ખરેખરો પાગલ છે, જ્યારે 
પરમાત્મા ના મિલન માટે પાગલ બને તે તો જ્ઞાની છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 24 April 2023

મારુ મરણ સુધરશે કે નહિ ?


શરીર છોડતાં હજાર વિંછી ઓ એક સાથે કરડે એની વેદના થાય છે.
આવી વેદનામાં પ્રભુનું નામ જીભ પર રહે, પ્રભુની કૃપા રહે, તેવા મનુષ્યનું 
જ જીવન ધન્ય છે.
ઈશ્વર જેના પુત્ર છે તેના માતા-પિતાને પણ બીક છે કે મારુ મરણ સુધરશે
કે નહિ ? જે એક એક ક્ષણ ને સુધારે, વાસનાઓનો (ઈચ્છાઓનો)  વિનાશ 
કરે અને પ્રભુનું નામ નિરંતર જીભ પર રાખે, તેનું મરણ સુધારે છે. 
સુખ ભોગવવા ની ।ઇચ્છા" એ વાસનાનું કારણ બને છે.વાસના મરણ ને 
બગાડે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Saturday, 22 April 2023

અહૈતુકી ભક્તિમય સેવા જ જોઈએ છે


न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये |
मम जन्मनि जन्मनिश्वरे भवताद् भक्तिर् अहैतुकी त्वयि ||

"હે સર્વશક્તિમાન પ્રભુ, મારે ધન એકત્ર કરવાની કોઈ ઈચ્છા નથી કે 
નથી મારે સુંદર સ્ત્રીઓની કામના, તેમ જ હું કોઈ અનુયાયીઓ પણ 
ઈચ્છતો નથી. મારે તો ફક્ત જન્મોજનમ આપણી અહૈતુકી ભક્તિમય 
સેવા જ જોઈએ છે."

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।