Thursday, 30 November 2023

વિકલ્પ નથી


वर्णाश्रमचार्वता पुरुषेण परः पुमान् |
विष्णुराराध्यते पन्था नान्यत्तत्तोषकारणम् ||

મનુષ્ય વર્ણ અને આશ્રમના સિદ્ધાંતોનું આચરણ 
કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરી શકે છે.
ભગવાનને સંતુષ્ટ કરવાનો તે સિવાય અન્ય કોઈ 
વિકલ્પ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 29 November 2023

પાપ માફ


स्वपादमूलं भजतः प्रियस्य त्यक्तान्यभावस्य हरिः परेशः । 
विकर्म यच्चोत्पतितं कथञ्चिद् धुनोति सर्वं हृदि सन्निविष्टः ॥

“જે મનુષ્ય ભગવાનના ચરણકમળમાં પૂરેપૂરો દિવ્ય પ્રેમસભર 
ભક્તિમાં પરોવાયેલો છે તે ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે. 
ભક્તના હૃદયમાં વસેલા ભગવાન આકસ્મિક રીતે થયેલા તેનાં 
સર્વ પાપ માફ કરે છે.”

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 28 November 2023

પરિત્યાગ


देवर्षिभूताप्तनृणां पितृणां न किङ्करो नायमृणी च राजन् । 
सर्वात्मना यः शरणं शरण्यं गतो मुकुन्दं परिहृत्य कर्तम् ॥

‘જેણે દુન્યવી સંબંધોનો સંપૂર્ણ પરિત્યાગ કર્યો છે અને મુક્તિદાતા 
તથા એકમાત્ર શરણે જવા યોગ્ય એવા ભગવાનના ચરણારવિંદનો 
જેણે સંપૂર્ણ આશ્રય લીધો છે તે દેવો, પિતૃઓ, ઋષિઓ, અન્ય જીવો, 
સગાં-સંબંધીઓ કે મનુષ્ય-સમાજ સહિત કોઈનો પણ ઋણી કે દાસ નથી.'

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 27 November 2023

કાલાવધિ


चत्वारि त्रीणि द्वै चैकं कृतादिषु यथाक्रमम् । 
सङ्ख्यातानि सहस्त्राणि द्विगुणानि शतानि च ॥

સત્યયુગની સમયાવધિ દેવોનાં ૪૮૦૦ વર્ષ બરાબર છે; 
ત્રેતાયુગની અવધિ દેવોનાં ૩૬૦૦ વર્ષ જેટલી છે; દ્વાપરયુગનો 
સમય દેવોનાં ૨૪૦૦ વર્ષ સમાન છે; અને કળિયુગની કાલાવધિ 
૧૨૦૦ દિવ્ય વર્ષો બરાબર થાય છે. 
દેવોનું એક વર્ષ મનુષ્યોનાં ૩૬૦ વર્ષ બરાબર થાય છે. તેથી સત્યયુગની સમયાવધિ 
૪૮૦૦ x ૩૬૦= ૧૭,૨૮,૦૦૦ વર્ષની થાય છે. ત્રેતાયુગની અવધિ ૩૬૦૦ x ૩૬૦= ૧૨,૯૬,૦૦૦ 
વર્ષની થાય છે. દ્વાપરયુગની અવિધ ૨૪૦૦ x ૩૬૦= ૮,૬૪,૦૦૦ વર્ષની થાય છે અને છેલ્લા 
કળિયુગની અવિધ ૧૨૦૦ x ૩૬૦= ૪,૩૨,૦૦૦ વર્ષ જેટલી થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 25 November 2023

ત્રુટિ અને વેધ


त्रसरेणुत्रिकं भुङ्क्ते यः कालः स त्रुटिः स्मृतः । 
शतभागस्तु वेधः स्यात्तैस्त्रिभिस्तु लवः स्मृतः ॥

ત્રણ ત્રસરેણના એકીકરણ માટે લાગતા સમયને ત્રુટિ 
કહેવામાં આવે છે અને સો ત્રુટિનો એક વેધ થાય છે. 
ત્રણ વેધનો એક લવ બને છે.

એવી ગણતરી થઈ છે કે જો એક સેકન્ડના ૧૬૮૭.૫ ભાગ કરવામાં 
આવે તો દરેક ભાગ એક ત્રુટિ જેટલો છે. જે અઢાર પરમાણુઓના એકીકરણ 
માટે લાગતો સમય છે. જુદા જુદા પદાર્થોમાં થતો પરમાણુઓનો આવો સંયોગ 
પ્રાકૃત સમયની ગણતરી સરજે છે. જુદી જુદી અવધિઓની ગણનામાં સૂર્ય કેન્દ્રબિંદુ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 24 November 2023

ત્રસરેણુ


अणुद्वौ परमाणु स्यात्त्रसरेणुस्त्रयः स्मृतः |
जालार्करश्म्यवगतः खमेवानुपतन्नगात् ||

સ્થૂળ સમયના વિભાગોની ગણતરી આ પ્રમાણે 
થાય છે : બે પરમાણુઓનો એક અણુ બને છે અને 
ત્રણ અણુઓનો એક ત્રસરેણુ બને છે. આ ત્રસરેણુ 
બારીની જાળીમાંથી આવતા તડકામાં જોઈ શકાય છે.
ત્રસરેણુ આકાશમાં ઉંચે જતો સ્પષ્ટ દેખાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 23 November 2023

પરમાણુ


चरमः सद्विशेषाणामनेकोऽसंयुतः सदा । 
परमाणुः स विज्ञेयो नृणामैक्यभ्रमो यतः ॥ 


ભૌતિક સૃષ્ટિનો અંતિમ કણ, જે અવિભાજ્ય છે અને 
જે દેહાકાર નથી, તે પરમાણુ કહેવાય છે. બધાં રૂપોના 
વિસર્જન પછી પણ તે અર્દશ્યરૂપે સદાય અસ્તિત્વ ધરાવે 
છે. ભૌતિક શરીર આવા પરમાણુઓનો સંયોગ માત્ર છે, 
પરંતુ સામાન્ય માણસ ભાવાર્થ તેને સમજવાની ભૂલ કરે છે.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।