Showing posts with label શ્રીમદ્દભગવદ્દગીતા. Show all posts
Showing posts with label શ્રીમદ્દભગવદ્દગીતા. Show all posts

Wednesday, 23 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.20


ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।
અજો નિત્ય: શાશ્વતોડયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.20


આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ
પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવન થતો
હોય એમ પણ નથી; કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન
છે, શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી.


//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 22 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.19


ય એનં વેત્તિ હન્તારં યજ્જૈનં મન્યતે હતમ્ ।
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.19

જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને
હણાયેલ માને છે, તે બન્નેય જાણતા નથી; કેમકે
આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી
કોઈના દ્વારા હણાતો.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 21 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.18


અન્તવન્ત ઈમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ ।
અનાશિનોડપ્રમેયસ્ય તસ્માધુધ્યસ્વ ભારત ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.18

આ નાશરહિત, અપ્રમેય, નિત્યસ્વરૂપ જીવાત્માનાં આ સઘળાં
શરીરો નાશવંત કહેવાયાં છે; માટે હે ભરતવંશી અર્જુન! તું યુદ્ધ કર.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Saturday, 19 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.17


અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ ।
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હુતિ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.17

નાશરહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ
જગત-દૃશ્યવર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ
કરવા કોઈ પણ સમર્થ નથી.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 18 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.16


નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ।
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.16

અસત્ પદાર્થની સત્તા નથી અને સત્નો અભાવ નથી;
આ બન્નેનું તત્ત્વ તત્ત્વજ્ઞાની પુરુષોએ જોયું છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//


 

Thursday, 17 September 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.15


યં હિ ન વ્યથયન્યેતે પુરુષં પુરુષર્ષભ ।
સમદુઃખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.15

કેમકે હે પુરુષશ્રેષ્ઠ! દુઃખ-સુખને સમાન સમજનાર
જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો
વ્યાકુળ નથી કરતા, તે મોક્ષને પાત્ર થાય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 16 September 2026

શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.14


માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ।।
શ્રીમદ્ ભગવદ્ ગીતા 2.14

હે કુંતીપુત્ર! ઠંડી-ગરમી અને સુખ-દુઃખ દેનારા ઇન્દ્રિયો
સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ છે,
અનિત્ય છે; માટે હે ભારત! તેમને તું સહન કર.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 15 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.13


દેહિનોડસ્મિન્ યથા દેહે કૌમારં યૌવનં જરા |
તથા દેહાન્તરપ્રાપ્તિર્ધારસ્તત્ર ન મુહ્યતિ ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.13

જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની
અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા
શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Friday, 11 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.12


ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ ।
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.12


 

Thursday, 10 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.11

 


શ્રીભગવાન્ ઉવાચ
અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ।
ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતા:।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.11

શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! જેમના માટે શોક કરવો
યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવાં
વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે
કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા.

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 9 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.10


તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત ।
સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.10

હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર! અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ
બન્ને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા
હોય એમ આ વચન બોલ્યા :

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 8 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.9


સંજય ઉવાચ
એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરંતપ ।
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ।|
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.9

સંજય બોલ્યા : હે રાજા, નિદ્રાને જીતનારા અર્જુન
અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી
શ્રીગોવિંદ ભગવાનને 'યુદ્ધ નહીં કરું' એમ સ્પષ્ટ કહીને ચુપ થઈ ગયા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 7 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.8


ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્ યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ ।
અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.8

કેમકે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું
આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો, જે મારી ઈન્દ્રિયોને
સૂકવનારા શોકને નિવારી શકે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Saturday, 5 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.7


કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસંમૂઢચેતાઃ ।
યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.7

આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા
ધર્મની બાબતમાં મોહિતચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિતરૂપે
કલ્યાણકારી સાધન હોય, તે મને કહો; કેમકે હું આપનો શિષ્ય છું, માટે
આપને શરણે આવેલા મને ઉપદેશ આપો.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

Thursday, 3 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.6


ન ચૈતદ્વિદ્મ: કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ ।
યાનેવ હત્વા ન જિજીવિષામ સ્તેડવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.6

વળી, અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું
એ બન્નેમાંથી કયું શ્રેષ્ઠ છે; અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે
જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા
નથી, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે!

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Wednesday, 2 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5


ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્ શ્રેયો ભોક્ત ભૈક્ષ્યમપીહ લોકે ।
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ ભુગ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.5

માટે આ મહાનુભાવ ગુરુજનોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ
વડે જીવનનિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું; કેમકે ગુરુજનોને
હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને
જ ભોગવીશ ને!

// હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Tuesday, 1 September 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.4


અર્જુન ઉવાચ
કથં ભીષ્મમહં સંખ્ય દ્રોણં ચ મધુસૂદન ।
ઇષુભિઃ પ્રતિ યોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.4

અર્જુન બોલ્યા : હે મધુસૂદન! રણભૂમિમાં હું બાણોથી
કઈ રીતે ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ?
કેમ કે હે અરિસૂદન! તેઓ બન્નેય પૂજનીય છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

Monday, 31 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.2-3


શ્રીભગવાન્ ઉવાચ
કુતસ્ત્યા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ | અનાર્યજુષ્ટમસ્વગ્ર્યમકીર્તિકરમર્જુન ||
ક્લબ્ય મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યું ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.2-3

શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન! તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે
અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ
પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે.

આથી હે પાર્થ! નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી; હે શત્રુઓને
તપાવનાર! હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

 

Saturday, 29 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

દ્વિતીય અધ્યાય

સંજય ઉવાચ : તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ |
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદન : ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.1

સંજય બોલ્યા : આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ
આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે
અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું :

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે// 

Friday, 28 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47


સંજય ઉવાચ

એવમુક્ત્વાર્જુન: સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.47

સંજય બોલ્યા : રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન
મનનો અર્જુન આમ કહીને બાણસહિત ધનુષ
ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. 

ૐ તત્સદિતિ શ્રીમદ્ધગવદ્ગીતાસૂપનિષત્સુ
બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદેડર્જુન-
વિષાદયોગો નામ પ્રથમોડધ્યાયઃ ।।

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//