Thursday, 8 February 2024

પ્રકૃતિ ઉપર માલિકી કરવાની મનોવૃત્તિ


अर्थ ह्यविद्यमानेऽपि संसृतिर्न निवर्तते । 
ध्यायतो विषयानस्य स्वप्नेऽनर्थागमो यथा ॥

જીવાત્મા વાસ્તવિકપણે ભૌતિક અસ્તિત્વથી પર હોય છે, 
પરંતુ પ્રકૃતિ ઉપર માલિકી કરવાની તેની મનોવૃત્તિને કારણે 
તેની ભૌતિક અસ્તિત્વમય દશા સમાપ્ત થતી નથી અને સ્વપ્નમાં 
આફત આવે તેમ તેને બધા પ્રકારના અનર્થો નડે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Wednesday, 7 February 2024

બધાનો કર્તા


स एष यर्हि प्रकृतेर्गुणेष्वभिविषज्जते । 
अहङ्कियाविमूढात्मा कर्तास्मीत्यभिमन्यते ॥

પોતાના દેહમાં જ આત્મભાવ રાખતો જીવ ભૌતિક 
પ્રકૃતિ તથા અહંકારની માયાજાળમાં હોય છે, ત્યારે 
તે ભૌતિક પ્રવૃત્તિઓમાં મગ્ન થઈ જાય છે અને મિથ્યા 
અહંકારના પ્રભાવથી પોતે જ બધાનો કર્તા છે એમ માને છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//

 

Tuesday, 6 February 2024

પરમાત્મા જાગૃત કરે


यथा प्रसुप्तं पुरुषं प्राणेन्द्रियमनोधियः |
प्रभवन्ति विना येन नोत्थापयितुमोजसा ||


મનુષ્ય જયારે નિદ્રાવશ થયેલો હોય, ત્યારે તેની સઘળી 
સંપત્તિ એટલે કે પ્રાણશક્તિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન 
અને બુદ્ધિ તેને જાગૃત કરી શકે નહિ; પરમાત્મા મદદ કરે 
તો જ તે જાગી શકે છે.
  

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 5 February 2024

મહાપુરુષોનું ધન


अधमाः धनम् इच्छन्ति धनमानं च मध्यमाः |
उत्तमाः मानम् इच्छन्ति मानो हि महतां धनम् ||

અધમ લોકો ( નિમ્ન શ્રેણીના લોકો ) કેવળ ધનની ઈચ્છા રાખે છે,
મધ્યમ શ્રેણીના લોકો ધન અને માન ની ઈચ્છા કરે છે ઉત્તમ લોકો 
( મહાન લોકો ) માત્ર માનની ઈચ્છા રાખે છે. માન જ મહાપુરુષોનું 
ધન છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Saturday, 3 February 2024

શિષ્ટાચાર


परोपदेशे समये शिष्टाः सर्वे भवन्ति वै |
विस्मरन्तिह शिष्टत्वं स्वकार्ये समुपस्थिते ||

બીજા વ્યક્તિને સલાહ દેવા સમયે બધા લોકો 
નમ્ર હોય છે અને  શિષ્ટાચાર  નું પાલન કરે છે,
પરંતુ તે જ કાર્ય જયારે પોતાને કરવાનું હોય, ત્યારે  
બધો શિષ્ટાચાર ભુલાય જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Friday, 2 February 2024

ચેતન આત્મા


कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिं विदुः |
भोक्तृत्वे सुखदुखानां पुरुषं प्रकृतेः परम् ||

બદ્ધ જીવના ભૌતિક શરીરનું તથા ઈન્દ્રિયોનું અને 
ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોનું કારણ ભૌતિક પ્રકૃતિ 
છે. વિદ્વાન મનુષ્યો આ જાણે છે. સ્વભાવે આધ્યાત્મિક 
એવા આત્માના સુખ તથા દુઃખની લાગણીઓનો અનુભવ 
સ્વયં ચેતન આત્માને કારણે જ થાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday, 1 February 2024

ઉગ્ર ભય


नान्यत्र मद्भगवतः प्रधानपुरुषेश्वरात् |
आत्मनः सर्वभूतानां भयं तीव्रं निवर्तते ||

પ્રભુ શ્રીકપિલ મહારાજ તેમના માતૃશ્રી દેવહુતિને કહે છે કે,
હું સર્વ શક્તિમાન ઈશ્વર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, 
અખિલ સૃષ્ટિનું આદિકારણ અને જીવમાત્રનો પરમાત્મા 
છું. આથી મારા આશ્રય સિવાય અન્યત્ર આશ્રય લેનાર કોઈ 
પણ મનુષ્ય જન્મ તથા મૃત્યુના ઉગ્ર ભયમાંથી કદાપિ ઉગરી 
જઈ શકતો નથી.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//