Friday, 31 October 2025

સૌમાં સમાન ભાવ રાખનારા સાધકો


ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते | सर्वत्रगमचिन्त्यञ्च कूटस्थमचलन्ध्रुवम् ||
सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धय: | ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रता: ||
भ.गी. 12.3-4

પરંતુ જે ભક્તો, ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને
મન-બુદ્ધિથી પર, સર્વવ્યાપક, જોવામાં ન આવનારા, નિર્વિકાર,
નિત્ય, અચળ, અક્ષર અને નિરાકારની તત્પરતાથી ઉપાસના કરે
છે, તે સઘળાં પ્રાણીઓના હિતમાં પ્રીતિવાળા અને સૌમાં સમાન
ભાવ રાખનારા સાધકો મને જ પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 30 October 2025

સર્વ શ્રેષ્ઠ યોગી


श्रीभगवानुवाच |
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते |
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मता: ||
भ.गी. 12.2

શ્રીભગવાન બોલ્યા-મારામાં મનને પરોવીને
નિત્ય-નિરંતર મારા ભજન-ધ્યાનમાં રચ્યાપચ્યા
રહેનારા જે ભક્તજનો, પરમ શ્રદ્ધાભાવથી યુક્ત
થઇને મુજ સગુણ સાકારની ઉપાસના કરે છે, તેઓ
મારા મત પ્રમાણે સર્વ શ્રેષ્ઠ યોગી છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 29 October 2025

ઉત્તમ યોગવેત્તા કોણ


अर्जुन उवाच |
एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते |
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमा: ||
भ.गी. 12.1

અર્જુન બોલ્યા-જે ભક્તો આ પ્રમાણે નિરંતર આપની
ભક્તિમાં લીન રહીને આપ સગુણસ્વરૂપની ઉપાસના
કરે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી નિર્ગુણ-
નિરાકારની જ ઉપાસના કરે છે, એ બન્ને પ્રકારના ઉપાસકોમાં
ઉત્તમ યોગવેત્તા કોણ છે?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 28 October 2025

એ ભક્ત મને પ્રાપ્ત થાય છે


मत्कर्मकृन्मत्परमो मद्भक्त: सङ्गवर्जित: |
निर्वैर: सर्वभूतेषु य: स मामेति पाण्डव ||
भ.गी. 11.55

હે પાંડુપુત્ર ! જે મારે માટે જ કર્મ કરનારો,
મારે જ પરાયણ અને મારો જ પ્રેમી ભક્ત
છે તથા સર્વથા આસક્તિ વિનાનો છે અને
સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ
ભક્ત મને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 27 October 2025

ભક્તિ દ્વારા જ દેખાવા તથા પ્રાપ્ત કરવો શક્ય છું


भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन |
ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप ||
भ.गी. 11.54

પરંતુ હે શત્રુતાપન અર્જુન ! આવો ચતુર્ભુજરૂપધારી
હું માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ તત્ત્વથી જાણવા અને
સાકારરૂપે દેખાવા તથા પ્રાપ્ત કરવો શક્ય છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 25 October 2025

જેવો તેં મને જોયો


नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया |
शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ||
भ.गी. 11.53

જેવો તેં મને જોયો છે, એવો ચતુર્ભુજરૂપધારી
હું ન તો વેદોથી, ન તપથી, ન દાનથી જોઈ
શકાઉં છું અને ન યજ્ઞથી પણ જોઈ શકાઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 24 October 2025

ઘણાં દુર્લભ દર્શન


श्रीभगवानुवाच |
सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम |
देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिण: ||
भ.गी. 11.52

શ્રી ભગવાન બોલ્યા - આ મારું જે ચતુર્ભુજરૂપ તેં
જોયું છે, એનાં દર્શન થવાં ઘણાં દુર્લભ છે. દેવતાઓ
પણ આ રૂપના દર્શન કરવા સદા આતુર રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//