Tuesday, 8 August 2023

આ 14 પ્રકારના લોકો જીવતા હોવા છતાં મરેલા જ છે


कौल कामबस कृपिन विमूढा |
अतिदरिद्र अजसि अतिबुढा ||
सदारोगबस संतत क्रोधि |
विष्णु विमुख श्रुति संत विरोधि ||
तनुपोषक निन्दक अधखानि |
जीवत शव सम चौदह प्राणि ||

આ 14 પ્રકારના લોકો જીવતા હોવા છતાં મરેલા જ છે,

1 કામવશ - સદૈવ વાસના માં લિન રહેનાર 
2 વામમાર્ગી - જે સંસારની બધી વાતોમાં નકારાત્મક જ જુએ 
3 કંજૂસ - જે વ્યક્તિ ધર્મ અને કલ્યાણકારી કામોમાં રૂપિયા બચાવે 
4 અતિ દરિદ્ર - જે વ્યક્તિ ધન, આત્મ વિશ્વાસ, સમ્માન અને સાહસ વગરનો હોય 
5 વિમૂઢ - જેની પાસે બુદ્ધિ વિવેક નથી, જે પોતે નિર્ણય લઇ ના શકે
6 અજસિ - જે વ્યક્તિને સમાજ માં બદનામી મળી છે 
7 સદા રોગવશ - જે વ્યક્તિ નિરંતર રોગી રહે છે 
8 અતિ બુઢા - અત્યંત ઘરડો વ્યક્તિ 
9 સતત ક્રોધી - જે વ્યક્તિનું મન અને બુદ્ધિ પર નિયંત્રણ નથી, જે સતત ક્રોધ જ કરે 
10 અધઃ ખાની - જે વ્યક્તિ પાપ કર્મ થી કમાયેલા રૂપિયાથી પરિવારનો નિર્વાહ કરે 
11 તનુ પોષક - જે વ્યક્તિ માત્ર પોતાની આત્મ સંતુષ્ટિ માટે જીવે 
12 નિંદક - જેને બીજા લોકો માં માત્ર ખામીઓ જ દેખાય, જે નિંદા કરે 
13 પરમાત્મા વિમુખ -  જે વ્યક્તિ ઈશ્વરનો વિરોધી છે 
14 શ્રુતિ સંત વિરોધી - જે સંત, ગ્રંથ અને પુરાણો નો વિરોધી છે 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday, 7 August 2023

"ભાવ" અવસ્થાના આઠ લક્ષણો


શ્રવણ અને કીર્તન એ ભક્તિમય સેવાના ધર્મના પાયાના સિદ્ધાંતો છે 
અને જો તેમનું યોગ્ય રીતે આચરણ કરવામાં આવે તો તેના પરિણામરૂપે
આંખોમાં અશ્રુ અને શરીરમાં રોમાંચ ના ચિહ્નો  સાથે ભાવાવેશ (પરમાનંદ)
આવશે જ.તે એવી "ભાવ" અવસ્થાનાં પ્રારંભિક લક્ષણો છે, જે ભગવત્પ્રેમની 
પૂર્ણ અવસ્થાના પ્રેમને પહોંચતા પહેલા આવે છે.

"ભાવ" અવસ્થા આઠ આધ્યાત્મિક લક્ષણોથી પ્રગટ થાય છે. એ છે - સ્તબ્ધતા, પ્રસ્વેદ, 
રોમાંચ, કંઠ રૂંધાવો, કંપન, શરીરની વિવર્ણતા,અશ્રુપાત અને મૂર્છા.   


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 5 August 2023

સમયનો સદુપયોગ


आयुर्हरति वै पुंसामुधन्नस्तं च यन्नसौ
तस्यर्ते यत्क्षणो नीत उत्तमश्लोकवार्तया

ઉદય અને અસ્ત પામીને સૂર્ય દરેક મનુષ્યના
આયુષ્યમાં ઘટાડો કરે છે, સિવાય કે તે મનુષ્યના
આયુષ્યમાં, જે સર્વોત્તમ પુરુષોત્તમ ભગવાનની કથાના
નિરૂપણમાં સમયનો સદુપયોગ કરે છે.

||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||


 

Friday, 4 August 2023

આધ્યાત્મિક વિકાસ માટે


धर्मार्थ उत्तमश्लोकं तन्तुः तन्वन् पितृन् यजेत् |
रक्षाकामः पुण्यजनानोजस्कामो मरुद्गणान् ||


મનુષ્યે જ્ઞાનના આધ્યાત્મિક વિકાસ માટે ભગવાન શ્રીવિષ્ણુ 
અથવા તેમના શુદ્ધ ભક્તોની પૂજા કરવી અને વંશના રક્ષણ 
અને વૃદ્ધિ માટે વિવિધ દેવોની પૂજા કરવી જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Thursday, 3 August 2023

ધ્યાનની શરૂઆત ચરણકમળથી કરવી

 


एकैकशोऽङ्गानि धियानुभावयेत् पादादि यावद्धसितं गदाभृत: ।
जितं जितं स्थानमपोह्य धारयेत् परं परं शुद्ध्यति धीर्यथा यथा ॥ 

ધ્યાનની પ્રક્રિયાની શરૂઆત ભગવાનના ચરણકમળથી કરવી જોઈએ 
અને પછી તેમના હસતા મુખ સુધી આગળ વધીને ધ્યાન ધરવું જોઈએ.
સર્વપ્રથમ ચરણકમળમાં ધ્યાન કેન્દ્રિત કરવું પછી પગ, પછી સાથળ એમ 
ઉત્તરોત્તર ઊંચે લઇ જવું. એક પછી બીજાં અંગો પર જેમ જેમ મન એકાગ્ર 
થતું જશે તેમ તેમ બુદ્ધિ વધારે ને વધારે શુદ્ધ થતી જશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


Wednesday, 2 August 2023

પુનર્જન્મ


आब्रह्म भुवनात्लोकाः  पुनरावर्तिनोडर्जुन |
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ||

શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી 
માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર 
જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતીપુત્ર જે મનુષ્ય મારા ધામને 
પામે છે તે કદાપિ પુનર્જન્મ પામતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 1 August 2023

મૂળભૂત જરૂરિયાત


कविर्नामसु यावदर्थः स्यादप्रमत्तो व्यवसाय बुद्धिः |
सिद्धेअन्यथार्थे न यतेत तत्र परिश्रमं तत्र समीक्षमाणः ||

આત્મજ્ઞાની વ્યક્તિએ નામનિર્દેશોવાળા આ જગતમાં માત્ર  જીવનની લઘુતમ 
મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. બિનજરૂરી વસ્તુઓ
મેળવવા માટેના પ્રયત્નો એ લાભ વગરનું વૈતરું માત્ર છે. તેના માટે કદી પ્રયત્ન કરવો
જોઈએ નહિ. આ વાત પ્રત્યક્ષ રીતે વ્યવહારમાં અનુભવી શકવા માટે સમર્થ બનીને
બુદ્ધિપૂર્વક આ બાબતમાં દૃઢ રહેવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।