Tuesday, 9 January 2024

સર્વ ઉપાધિઓથી પર


शारीरा मानसा दिव्या वैयासे ये च मानुषाः । 
भौतिकाश्च कथं क्लेशा बाधन्ते हरिसंश्रयम् ॥

ભૌતિક જગતમાંનો દરેક જીવાત્મા હંમેશાં શરીર, મન 
અથવા પ્રાકૃત ઉપદ્રવોને લગતાં દુ:ખોથી પીડા પામે છે. 
શિયાળાની ઠંડી અને ઉનાળાનો સખત તાપ આ ભૌતિકલોકના 
જીવોને સદા ક્લેશ આપે છે. પરંતુ કૃષ્ણભાવનામાં રહેલા જે મનુષ્યે 
ભગવાનના ચરણકમળનો સંપૂર્ણ આશ્રય લીધેલો હોય છે તે દિવ્ય અવસ્થામાં 
રહે છે. તેને દૈહિક, માનસિક કે ઉનાળા તથા શિયાળાના પ્રાકૃતિક ઉપદ્રવો ત્રાસ 
આપી શકતા નથી. તે આ સર્વ ઉપાધિઓથી પર હોય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 8 January 2024

ૐકારનો જપ


शुचिर्वाप्यशुचिर्वापि यो जपेत्प्रणवं सदा |
न स लिप्यति पापेन पद्मपत्रमिवाम्भसा ||

પવિત્ર કે અપવિત્ર એવી કોઈ પણ અવસ્થામાં સદા ૐકારનો 
જપ કરનાર પાપરૂપી પંકમાં ફસાતો નથી, સંસારમાં તે જળથી 
અલિપ્ત કમળપત્રની જેમ નિર્લિપ્ત રહે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Friday, 5 January 2024

યજ્ઞ અને સત્ર


ભાગવત ની કથા એ યજ્ઞ નથી, પણ સત્ર છે. યજ્ઞ અને સત્ર 
વચ્ચે ઘણો તફાવત છે. યજ્ઞમાં યજ્ઞ કરનાર જ યજમાન છે.
જયારે સત્રમાં દરેક શ્રોતા એ યજમાન છે.યજ્ઞમાં માત્ર એક 
વ્યક્તિને યજ્ઞનું પૂર્ણ ફળ મળે છે.બીજાને યજ્ઞનું પૂર્ણ ફળ 
મળતું નથી. યજ્ઞમાં ફળની વિષમતા છે. જ્યારે સત્રમાં-
કથામાં દરેકને સરખું ફળ મળે છે.ફળમાં સામ્ય એનું નામ 
સત્ર અને ફળમાં વિષમતા તેનું નામ યજ્ઞ.કથામાં હજારો 
રૂપિયા ખર્ચનારને અને જે ગરીબ થી  કંઈ થઇ શકે નહિ 
તે માત્ર વંદન કરે, તો તેવા ફક્ત વંદન કરનારને એમ બંનેને 
સરખું ફળ મળે છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Thursday, 4 January 2024

ભક્તોની ત્રણ કક્ષા (વાંચો અને તપાસો તમે તમારી કઈ કક્ષા માં છો)


જે મનુષ્ય ભગવાનના મંદિરે જઈને બહુ ભક્તિભાવે આરાધના કરે છે, પરંતુ લોકો પ્રત્યે સહાનુભૂતિ બતાવતો નથી અથવા અન્ય ભક્તો પ્રત્યે આદર દર્શાવતો નથી તે ત્રીજી કક્ષાનો ભક્ત ગણાય છે. એમ પણ કહ્યું છે કે જે ભક્ત પતિત જીવો પ્રત્યે દયાળુ અને અનુકંપાભર્યો હોય છે તે બીજી કક્ષાનો ભક્ત છે. બીજી કક્ષાનો ભક્ત ભગવાન ના સનાતન સેવક તરીકેની પોતાની સ્થિતિ વિશે સદા જાગૃત હોય છે. તેથી તે ભગવદ્ ભક્તો સાથે મૈત્રી કરે છે, લોકોને ભક્તિ શીખવવામાં તેમના પ્રત્યે અનુકંપાથી વર્તે છે અને અભક્તોનો સંગ કરવાનો કે તેમને સહકાર આપવાનો ઈનકાર કરે છે.ભક્ત જ્યાં લગી તેની ભગવદ્ ભક્તિમાં સર્વસાધારણ લોકો પ્રત્યે અનુકંપા યુક્ત થતો નથી,ત્યાં લગી તે ત્રીજી કક્ષાનો ભક્ત રહે છે. પ્રથમ કક્ષાનો ભક્ત દરેક જીવને ખાતરી આપે છે કે આ ભૌતિક જીવનનો કશો ભય રાખવો નહિ: “આપણે કૃષ્ણ ભાવનાપરાયણ થઈને રહીએ અને ભૌતિક જીવનની અવિદ્યાને જીતીએ.”


//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Wednesday, 3 January 2024

ભગવાન બધું આપે છે


પરમાત્મા પ્રામાણિક ભક્તને શું જોઈએ છે તે જોયા-જાણ્યા 
વિના તેને બધું આપે છે અને ભગવાન તેને કદી નિરાશ કરતા 
નથી, પરંતુ તે વ્યક્તિની ભક્તિને હાનિકારક હોય એવું કશું તેને 
આપતા નથી.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Tuesday, 2 January 2024

"ધર્મ" નો સંદર્ભ


"ધર્મ" નો સંદર્ભ ભગવાનની આજ્ઞાઓ અથવા નિયમો સાથે છે.

ભગવદ્દગીતામાં ભગવાન કહે છે કે ધર્મ એટલે ભગવાનના શરણાગત 
થવું. તેથી મનુષ્યે વેદના નિયમો ને અનુસરવા જોઇએ અને ભગવાનને 
શરણે જવું જોઈએ. માનવ-જીવનમાં પૂર્ણતાનું અંતિમ ધ્યેય એ જ છે.
મનુષ્યે ધર્મનિષ્ઠ જીવન જીવવું જોઈએ, ધર્મનાં નીતિનિયમોને અનુસરવા 
જોઈએ, લગ્ન કરવું જોઈએ અને આધ્યાત્મિક સાક્ષાત્કારની ઉચ્ચ અવસ્થા 
પામવા શાંતિપૂર્વક જીવવું જોઈએ.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

Monday, 1 January 2024

યોગ સાધનાના આઠ અંગો


*ઇન્દ્રિયસંયમ *નીતિનિયમોનું ચુસ્ત પાલન *આસનોનો અભ્યાસ
*પ્રાણાયામ *ઇન્દ્રિયવિષયોથી ઇન્દ્રિયોની નિવૃત્તિ *મનની એકાગ્રતા
*ધ્યાન અને *આત્મ-સાક્ષાત્કાર. આ યોગ સાધનાના આઠ અંગો છે.


//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//