Monday, 13 October 2025

આપ ક્ષમા કરવા સમર્થ છો


तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम् |
पितेव पुत्रस्य सखेव सख्यु: प्रिय: प्रियायार्हसि देव सोढुम् ||
भ.गी. 11.44

માટે હે પ્રભો ! સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને હું શરીરને સારી
પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને પ્રસન્ન કરવા ઇચ્છું
છું. પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા
પત્નીના અપમાન સહી લે છે એમ જ હે દેવ ! આપ મારા દ્વારા
કરાયેલા અપમાનને સહી લેવામાં અર્થાત્ ક્ષમા કરવા સમર્થ છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 10 October 2025

હે અનંત પ્રભાવશાળી ભગવન્ !


पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् |
न त्वत्समोऽस्त्यभ्यधिक: कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ||
भ.गी. 11.43

આપ જ આ ચરાચર જગતના પિતા છો, આપ જ પૂજનીય
છો. અને આપ જ ગુરુઓના મહાન ગુરુ છો. હે અનંત
પ્રભાવશાળી ભગવન્ ! આ ત્રણેય લોકમાં આપના સમાન
પણ બીજો કોઈ નથી, પછી ચઢિયાતો તો ક્યાંથી હોઈ શકે !!

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 9 October 2025

હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું


सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति | अजानता महिमानं तवेदं मया प्रमादात्प्रणयेन वापि ||
यच्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु | एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम् ||
भ.गी. 11.41-42

આપના આ પ્રભાવને નહીં જાણતાં,'મારા સખા છો' એમ
માનીને મેં પ્રેમથી અથવા પ્રમાદથી પણ અવજ્ઞાપૂર્વક જે કંઈ
વગર વિચાર્યે 'હે કૃષ્ણ !' 'હે યાદવ !' 'હે સખા !' એ પ્રમાણે
જે કંઈ કહ્યું છે; અને હે અચ્યુત ! વિનોદ ખાતર સૂતાં-જાગતાં,
ખાતાં-પીતાં આદિ સમયે એકાન્તમાં કે પછી તે સખાઓ, કુટુંબીઓ
આદિ ની સામે મારા દ્વારા આપનું જે કંઈ તિરસ્કાર-અપમાન કરવામાં 
આવ્યું છે; હે અપ્રમેયસ્વરૂપ ! તે બધું આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Wednesday, 8 October 2025

સર્વ કાંઈ આપ જ છો



नम: पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व |
अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्व: ||
भ.गी. 11.40

હે સર્વસ્વરૂપ ! આપને આગળથી નમસ્કાર હો ! તેમજ
પાછળથી પણ નમસ્કાર હો ! આપને દશેદીશાઓથી
નમસ્કાર કરું છું; હે અનંતવીર્ય ! ધરાવનાર અનંત
પરાક્રમવાળા આપે આખા બ્રહ્માંડને એક સ્થાનમાં
સમેટી રાખ્યું છે. માટે સર્વ કાંઈ આપ જ છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 7 October 2025

નમસ્કાર હો ! નમસ્કાર હો !


वायुर्यमोऽग्निर्वरुण: शशाङ्क: प्रजापतिस्त्वं प्रपितामहश्च |
नमो नमस्तेऽस्तु सहस्रकृत्व: पुनश्च भूयोऽपि नमो नमस्ते ||
भ.गी. 11.39

આપ જ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્રમા, દક્ષ વગેરે
પ્રજાપતિ અને પિતામહ એટલે કે બ્રહ્માના પણ પિતા છો.
આપને હજારો વાર નમસ્કાર હો ! નમસ્કાર હો ! અને ફરી
પણ આપને વારંવાર નમસ્કાર હો ! નમસ્કાર હો !

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 6 October 2025

જાણવાવાળા, જાણવાયોગ્ય અને પરમ ધામ


त्वमादिदेव: पुरुष: पुराणस्त्वमस्य विश्वस्य परं निधानम् |
वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप ||
भ.गी. 11.38

આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ છો તથા આપ જ
આ જગતના પરમ આશ્રય છો. આપ જ બધાને જાણવાવાળા,
જાણવાયોગ્ય અને પરમ ધામ છો. હે અનન્તરૂપ ! આપનાથી
જ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 4 October 2025

હે અનન્ત ! હે દેવતાઓના ઈશ ! હે જગન્નિવાસ !


कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे |
अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसतत्परं यत् ||
भ.गी. 11.37

હે મહાત્મન્ ! બ્રહ્માના પણ આદિકર્તા અને ગુરુઓના
પણ ગુરુ આપને માટે તે સિદ્ધગણ કેમ નમસ્કાર ન કરે ?
કેમ કે હે અનન્ત ! હે દેવતાઓના ઈશ ! હે જગન્નિવાસ !
આપ અક્ષર સ્વરૂપ છો. આપ સત્ પણ છો, અસત્ પણ
છો અને એ બેયથી પર જે કાંઈ છે તે પણ આપ જ છો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 3 October 2025

આ સઘળું વિશ્વ ઘણું હર્ષિત થઈ રહ્યું છે


अर्जुन उवाच |
स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च |
रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घा: ||
भ.गी. 11.36

અર્જુન બોલ્યા: હે અન્તર્યામી ! ભગવન ! આપનાં નામ, ગુણ
અને લીલાનું કીર્તન કરવાથી આ સઘળું વિશ્વ ઘણું હર્ષિત થઈ
રહ્યું છે. અને પ્રેમવિહ્વળ પણ થઈ રહ્યું છે; તેમજ આપના નામ,
ગુણ આદિના કીર્તનથી ભયભીત થઇને રાક્ષસો દશેદિશાઓમાં
નાસી રહ્યા છે તથા સંપૂણ સિદ્ધગણોના સમૂહો આપણે નમસ્કાર
કરી રહ્યા છે. આ બધું યોગ્ય જ થઈ રહ્યું છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 1 October 2025

ભગવાન શ્રીકૃષ્ણને ગદ્દગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા


सञ्जय उवाच |
एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमान: किरीटी |
नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीत: प्रणम्य ||
भ.गी. 11.35

સંજય બોલ્યા: ભગવાન કેશવના આ વચન સાંભળીને
ભયથી થરથર કાંપતા કિરીટી અર્જુન હાથ જોડીને, નમસ્કાર
કરીને, અને ભયભીત થઇને પણ પછી પ્રણામ કરીને, ભગવાન
શ્રીકૃષ્ણને ગદ્દગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//