Tuesday, 19 August 2025

અનંત બ્રહ્માંડ મારા કોઈ એક અંશમાં છે


अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन |
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ||
भ.गी. 10.42

અથવા હે અર્જુન ! તારે આ પ્રમાણે ઝાઝી-વાતો
જાણવાની શી જરૂર છે ? જયારે હું મારા કોઈ
એક અંશ માત્રથી આ આખાય બ્રહ્માંડને વ્યાપ્ત કરીને
સ્થિત છું, અર્થાત્ અનંત બ્રહ્માંડ મારા કોઈ એક અંશમાં છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 18 August 2025

ઐશ્વર્યસંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત મારા જ તેજના અંશથી ઉત્પન્ન થયેલું સમજ


यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा |
तत्देवावगच्छ त्वं मम तेजोंऽशसम्भवम् ||
भ.गी. 10.41

જે-જે ઐશ્વર્યસંપન્ન, શોભાયુક્ત અને શક્તિયુક્ત
પ્રાણી તથા પદાર્થ છે, તે, તેને તું મારા જ તેજ
( યોગ અર્થાત્ સામર્થ્ય ) ના અંશથી ઉત્પન્ન થયેલું સમજ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 14 August 2025

મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી.


नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप |
एष तूद्देशत: प्रोक्तो विभूतेर्विस्तरो मया ||
भ.गी. 10.40

હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત
નથી. મેં તારી સામે મારી વિભૂતિઓનો જે
વિસ્તાર કહ્યો છે, આ તો માત્ર સંક્ષેપથી એટલે
કે અત્યંત ટૂંકમાં કહ્યો છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 13 August 2025

બીજ પણ હું જ છું અને ચર-અચર બધું હું જ છું


यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन |
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ||
भ.गी. 10.39

અને હે અર્જુન ! સમસ્ત પ્રાણીઓનું જે બીજ
મૂળ છે, તે બીજ પણ હું જ છું; કેમકે તેવું ચર
કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું
હોય અર્થાત્ ચર-અચર બધું હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 12 August 2025

દંડ નીતિ, વિજય નીતિ, મૌન અને જ્ઞાન હું જ છું


दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् |
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ||
भ.गी. 10.38

દમન કરનારાઓની દંડ નીતિ અને વિજય
ઇચ્છનારાઓની નીતિ હું છું. ગોપનીય ભાવોમાં
મૌન હું છું અને જ્ઞાનીજનોનું જ્ઞાન હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 11 August 2025

શ્રીકૃષ્ણ અને ધનંજય, વેદવ્યાસ અને શુક્રાચાર્ય પણ હું જ છું


वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जय: |
मुनीनामप्यहं व्यास: कवीनामुशना कवि: ||
भ.गी. 10.37

વૃષ્ણિવંશીઓમાં વાસુદેવપુત્ર શ્રીકૃષ્ણ અને
પાંડવોમાં ધનંજય હું છું. મુનિઓમાં વેદવ્યાસ
અને કવિઓમાં કવિ શુક્રાચાર્ય પણ હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 9 August 2025

જુગાર, તેજ, વિજય, નિશ્ચય અને સાત્ત્વિક ભાવ હું છું


द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् |
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ||
भ.गी. 10.36

છળનારાઓમાં જુગાર તથા તેજસ્વિઓમાં તેજ
હું છું. જીતનારાઓનો વિજય હું છું. નિશ્ચય
કરનારાઓનો નિશ્ચય અને સાત્ત્વિક માણસોનો
સાત્ત્વિક ભાવ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 8 August 2025

બૃહત્સામ, ગાયત્રી છન્દ, માગશર અને વસંત હું છું


बृहत्साम तथा साम्नां गायत्री छन्दसामहम् |
मासानां मार्गशीर्षोऽहमृतूनां कुसुमाकर: ||
भ.गी. 10.35

ગાઈ શકાય એવી શ્રુતિઓમાં બૃહત્સામ અને
બધા છન્દોમાં ગાયત્રી છન્દ હું છું. બાર મહિનાઓમાં
માગશર અને છ ઋતુઓમાં વસંત હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 7 August 2025

મૃત્યુ, ઉત્પન્ન થનાર, કીર્તિ, શ્રી, વાક્, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા હું છું


मृत्यु: सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम् |
कीर्ति: श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृति: क्षमा ||
भ.गी. 10.34

સર્વ કાંઈ હરણ કરનારું મૃત્યુ અને ભવિષ્યમાં
ઉત્પન્ન થનાર હું છું તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી,
વાક્ એટલે કે વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને
ક્ષમા હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 6 August 2025

અકાર, દ્વંન્દ્વ નામનો સમાસ, મહાકાળ તથા સૌનું ધારણ-પોષણ કરનાર


अक्षराणामकारोऽस्मि द्वन्द्व: सामासिकस्य च |
अहमेवाक्षय: कालो धाताहं विश्वतोमुख: ||
भ.गी. 10.33

અક્ષરોમાં અકાર અને સમાસોમાં દ્વંન્દ્વ નામનો
સમાસ હું છું. અક્ષયકાળ એટલે કે કાળનોય
મહાકાળ તથા સર્વ તરફ મુખવાળો ધાતા (સૌનું
ધારણ-પોષણ કરનાર પણ) હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 5 August 2025

આદિ, મધ્ય તથા અંતમાં, બ્રહ્મવિદ્યા અને વાદ હું છું


सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन |
अध्यात्मविद्या विद्यानां वाद: प्रवदतामहम् ||
भ.गी. 10.32

હે અર્જુન ! સંપૂર્ણ સૃષ્ટિઓનો આદિ, મધ્ય તથા
અંતમાં હું જ છું. વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા એટલે
કે બ્રહ્મવિદ્યા અને પરસ્પર શાસ્ત્રાર્થ કરનારાઓનો
( તત્ત્વનિર્ણયને માટે કરવામાં આવતો ) વાદ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 4 August 2025

વાયુ, શ્રીરામ, મગર અને ગંગાજી હું છું


पवन: पवतामस्मि राम: शस्त्रभृतामहम् |
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ||
भ.गी. 10.31

પાવન કરનારાઓમાં વાયુ અને શાસ્ત્રધારીઓમાં
શ્રીરામ હું છું. જળ-જંતુઓમાં મગર હું છું અને
નદીઓમાં ગંગાજી હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 2 August 2025

પ્રહ્લાદ, કાલ, સિંહ અને ગરુડ હું છું.


प्रह्लादश्चास्मि दैत्यानां काल: कलयतामहम् |
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ||
भ.गी. 10.30

દૈત્યોમાં પ્રહ્લાદ અને ગણના કરનારા જ્યોતિષીઓમાં
કાલ હું છું. તેમજ પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં
ગરુડ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 1 August 2025

શેષનાગ, વરુણ, અર્યમા તથા યમરાજ હું છું.


अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहम् |
पितृणामर्यमा चास्मि यम: संयमतामहम् ||
भ.गी. 10.29

નાગોમાં અનંત શેષનાગ અને જળચરોનો
અધિપતિ વરુણ હું છું. પિતૃઓમાં અર્યમા
તથા શાસન કરનારાઓમાં યમરાજ હું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//