Wednesday, 31 December 2025

ત્રણ ગુણો જીવાત્માને શરીરમાં બાંધે છે


सत्त्वं रजस्तम इति गुणा: प्रकृतिसम्भवा: |
निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ||
भ.गी. 14.5

હે મહાબાહો ! સત્ત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ
એમ ત્રણે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થવાવાળા ગુણો અવિનાશી
દેહી એટલે કે જીવાત્માને શરીરમાં બાંધે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 30 December 2025

બીજને સ્થાપનાર પિતા


सर्वयोनिषु कौन्तेय मूर्तय: सम्भवन्ति या: |
तासां ब्रह्म महद्योनिरहं बीजप्रद: पिता ||
भ.गी. 14.4

હે કુંતીપુત્ર ! બધી જ યોનિઓમાં જેટલાં શરીરો
પેદા થાય છે, એ સર્વની મૂળ પ્રકૃતિ તો માતા છે
અને હું બીજને સ્થાપનાર પિતા છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 29 December 2025

હું યોનિમાં જીવરૂપી ગર્ભને સ્થાપું છું


मम योनिर्महद् ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् |
सम्भव: सर्वभूतानां ततो भवति भारत ||
भ.गी. 14.3

હે ભરતવંશી અર્જુન ! મારી મૂળ પ્રકૃતિ તો
ઉત્પતિ-સ્થાન છે અને હું એ યોનિમાં જીવરૂપી
ગર્ભને સ્થાપું છું. તેનાથી સઘળા પ્રાણીઓની
ઉત્પત્તિ થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 27 December 2025

જન્મતા નથી અને વ્યાકુળ પણ થતા નથી


इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागता: |
सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ||
भ.गी. 14.2

આ જ્ઞાનને આશ્રયે જે મનુષ્ય મારી સધર્મતાને
પામી ચુક્યા છે, તે સૃષ્ટિના આરંભે ફરીથી જન્મતા
નથી અને પ્રલયકાળે પણ વ્યાકુળ નથી થતા.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 26 December 2025

સર્વ જ્ઞાનોમાં ઉત્તમ અને શ્રેષ્ઠ જ્ઞાન


श्रीभगवानुवाच |
परं भूय: प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् |
यज्ज्ञात्वा मुनय: सर्वे परां सिद्धिमितो गता: ||
भ.गी. 14.1

શ્રીભગવાન બોલ્યા-સર્વ જ્ઞાનોમાં ઉત્તમ અને શ્રેષ્ઠ
જ્ઞાનને હું ફરી કહીશ, જેને જાણીને સઘળા મુનિજનો
આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચુક્યા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 25 December 2025

કાર્ય-કારણ સહીત પ્રકૃતિથી પોતાને અલગ જાણે


क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा |
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ||
भ.गी. 13.34

આ પ્રમાણે જે જ્ઞાનરૂપી નેત્રોથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના
વિભાગને તથા કાર્ય-કારણ સહીત પ્રકૃતિથી પોતાને
અલગ જાણે છે, તે પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 24 December 2025

આત્મા સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત કરે છે


यथा प्रकाशयत्येक: कृत्स्नं लोकमिमं रवि: |
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ||
भ.गी. 13.33

હે ભરતવંશી અર્જુન ! જેવી રીતે એક જ સૂર્ય
આ સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરે છે, એ જ
રીતે ક્ષેત્રજ્ઞ (આત્મા) સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત
કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 23 December 2025

આત્મા કોઈ પણ દેહમાં લેપાતો નથી


यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते |
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ||
भ.गी. 13.32

જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ અત્યંત સૂક્ષ્મ
હોવાને લીધે ક્યાંય પણ લેપાતું નથી, એ જ
રીતે સર્વત્ર પરિપૂર્ણ આત્મા કોઈ પણ દેહમાં
લેપાતો નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 22 December 2025

ન તો કશું કરે છે અને ન લેપાય છે


अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्यय: |
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ||
भ.गी. 13.31

હે કુંતીનંદન ! આ પુરુષ સ્વયં અનાદિ હોવાને
લીધે તથા નિર્ગુણ હોવાથી અવિનાશી પરમાત્મા
સ્વરૂપ જ છે. એ શરીરમાં રહેતો હોવા છતાં પણ,
ન તો કશું કરે છે અને ન લેપાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 20 December 2025

અલગ-અલગ ભાવોને એક પ્રકૃતિમાં જ રહેલાં જુએ


यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति |
तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा ||
भ.गी. 13.30

જે કાળે સાધક પ્રાણીઓનાં અલગ-અલગ
ભાવોને એક પ્રકૃતિમાં જ રહેલાં જુએ છે તથા
એ પ્રકૃતિથી જ એ બધાનો વિસ્તાર જુએ છે,
એ જ ક્ષણે તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//



 

Friday, 19 December 2025

પોતાને અકર્તા જુએ છે એ જ યથાર્થ જુએ છે


प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वश: |
य: पश्यति तथात्मानमकर्तारं स पश्यति ||
भ.गी. 13.29

જે માણસ સઘળી ક્રિયાઓને સર્વ રીતે પ્રકૃતિ
વડે જ થઈ રહેલી જુએ છે તથા પોતાને અકર્તા
જુએ છે,(અનુભવે છે) એ જ યથાર્થ જુએ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 18 December 2025

પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો


समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् |
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ||
भ.गी. 13.28

કેમ કે બધી જગાએ સમભાવે રહેલા પરમેશ્વરને
સમસ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને
નષ્ટ નથી કરતો માટે એ પરમ ગતિને પામે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 17 December 2025

નાશ રહિત અને સમરૂપે સ્થિત


समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् |
विनश्यत्स्वविनश्यन्तं य: पश्यति स पश्यति ||
भ.गी. 13.27

જે માણસ નષ્ટ થઈ રહેલાં સઘળાં પ્રાણીઓમાં
પરમેશ્વરને નાશ રહિત અને સમરૂપે સ્થિત જુએ
છે, એ જ વાસ્તવમાં સાચું જુએ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 16 December 2025

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા


यावत्सञ्जायते किञ्चित्सत्वं स्थावरजङ्गमम् |
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ||
भ.गी. 13.26

હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! સ્થાવરજંગમ યાવન્માત્ર
જેટલાં પણ પ્રાણીઓ જન્મે છે, એ બધાંયને તું
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાણ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 15 December 2025

મહાપુરુષો પાસેથી સાંભળ્યા મુજબ આચરણ કરવાવાળા


अन्ये त्वेवमजानन्त: श्रुत्वान्येभ्य उपासते |
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणा: ||
भ.गी. 13.25

બીજા મનુષ્યો આ પ્રમાણે (ધ્યાનયોગ, સાંખ્યયોગ,
કર્મયોગ વગેરે સાધનોને) નથી જાણતા, પરંતુ બીજા
માણસોથી એટલે કે તત્ત્વજ્ઞાની મહાપુરુષો પાસેથી
સાંભળીને જ ઉપાસના કરે છે, એવા તે સાંભળ્યા
મુજબ આચરણ કરવાવાળા મનુષ્યો પણ મૃત્યુરુપી
સંસારસાગરને તરી જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 13 December 2025

પોતાની મેળે પોતાનામાં


ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना |
अन्ये साङ् ख्येन योगेन कर्मयोगेन चापरे ||
भ.गी. 13.24

કેટલાક મનુષ્યો ધ્યાનયોગ દ્વારા, કેટલાક
સાંખ્યયોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા
પોતાની મેળે પોતાનામાં પરમાત્મતત્ત્વનો
અનુભવ કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 12 December 2025

ફરી નથી જન્મ લેતો


य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणै: सह |
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ||
भ.गी. 13.23

આ રીતે પુરુષને અને ગુણો સાથે પ્રકૃતિને જે
મનુષ્ય અલગ-અલગ જાણે છે, તે સર્વ રીતે
વર્તતો હોવા છતાં પણ ફરી નથી જન્મ લેતો.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 11 December 2025

દેહથી સર્વથા સંબંધ રહિત


उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वर: |
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुष: पर: ||
भ.गी. 13.22

શરીર સાથે સંબંધ રાખવાથી "ઉપદ્રષ્ટા", તેની
સાથે અનુમતિ મળીને સંમતિ આપવાથી "અનુમન્તા",
પોતાને તેનું ભરણ-પોષણ કરનારો માનવાથી "ભર્તા",
તેના સંગથી સુખ-દુઃખ ભોગવવાથી "ભોક્તા", અને
પોતાને તેનો સ્વામી માનવાથી "મહેશ્વર" બની જાય છે.
સ્વરૂપથી આ પુરુષ પરમાત્મા આ નામથી કહેવામાં આવે
છે એ આ દેહમાં રહેલો હોવા છતાં પણ દેહથી સર્વથા
સંબંધ રહિત જ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 10 December 2025

જન્મ થવામાં કારણ


पुरुष: प्रकृतिस्थो हि भुङक्ते प्रकृतिजान्गुणान् |
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ||
भ.गी. 13.21

પ્રકૃતિમાં સ્થિત પુરુષ (જીવ) જ પ્રકૃતિમાંથી
જન્મેલા ગુણોનો ભોક્તા બને છે અને ગુણોનો
સંગ જ એના સારી-નરસી યોનિઓમાં જન્મ
થવામાં કારણ બને છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 9 December 2025

પ્રકૃતિ અને પુરુષ આ બેયને તું અનાદિ જાણ


प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि | विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसम्भवान् ||
कार्यकारणकर्तृत्वे हेतु: प्रकृतिरुच्यते | पुरुष: सुखदु:खानां भोक्तृत्वे हेतुरुच्यते ||
भ.गी. 13.19-20

પ્રકૃતિ અને પુરુષ આ બેયને તું અનાદિ જાણ અને વિકારોને
તથા ગુણોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જ જાણ. કાર્યો અને
કરણોથી થનારી ક્રિયાઓને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ
કહેવાય છે અને સુખ-દુઃખોનાં ભોક્તાપણામાં પુરુષ કારણ
કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 8 December 2025

તત્ત્વથી જાણીને મારા ભાવને પ્રાપ્ત થઈ જાય


इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासत: |
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते ||
भ.गी. 13.18

આ પ્રમાણે ક્ષેત્ર અને જ્ઞાન તેમજ જ્ઞેયને સંક્ષેપમાં
કહ્યું છે. મારો ભક્ત એને તત્ત્વથી જાણીને મારા
ભાવને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 6 December 2025

સૌના હૃદયમાં વિરાજમાન


ज्योतिषामपि तज्ज्योतिस्तमस: परमुच्यते |
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ||
भ.गी. 13.17

તે પરમાત્મા સંપૂર્ણ જ્યોતિઓના પણ જ્યોતિ
તેમજ અજ્ઞાનથી અત્યંત પર કહેવાય છે. તે જ્ઞાન
સ્વરૂપ, જાણવા યોગ્ય, તત્ત્વજ્ઞાનથી પ્રાપ્ત કરવા
યોગ્ય અને સૌના હૃદયમાં વિરાજમાન છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 5 December 2025

ઉત્પન્ન કરનારા, ભરણપોષણ કરનારા અને રુદ્રરૂપે સંહાર કરવાવાળા


अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् |
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ||
भ.गी. 13.16

તે પરમાત્મા સ્વયં અવિભાજિત હોવા છતાં પણ
સંપૂર્ણ પ્રાણીઓ વિભાજિત હોય એમ સ્થિત છે
તથા તે જાણવાયોગ્ય પરમાત્મા જ સંપૂર્ણ પ્રાણીઓને
ઉત્પન્ન કરનારા તથા તેમનું ભરણપોષણ કરવાવાળા અને
રુદ્રરૂપે સંહાર કરવાવાળા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 4 December 2025

દૂરથી પણ દૂર તથા નજીકથી નજીક પણ તે જ છે


बहिरन्तश्च भूतानामचरं चरमेव च |
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ||
भ.गी. 13.15

તે પરમાત્મા બધા જ પ્રાણીઓની અંદર-બહાર
પૂર્ણરૂપે વ્યાપેલા છે અને ચર-અચર (પ્રાણીઓના
રૂપમાં) પણ તે જ છે. અને દૂરથી પણ દૂર તથા
નજીકથી નજીક પણ તે જ છે અને તે અત્યંત સૂક્ષ્મ
હોવાથી જાણવામાં આવી શકતા નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 3 December 2025

સંપૂર્ણ ગુણોના ભોક્તા


सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् |
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ||
भ.गी. 13.14

તે પરમાત્મા સઘળી ઇન્દ્રિયો વિનાના છે અને
એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને પ્રકાશિત કરવાવાળા
છે; તથા આસક્તિ રહિત છે અને સર્વ સંસારનું ભરણ-
પોષણ કરવાવાળા છે અને નિર્ગુણ હોવા છતાં પણ સંપૂર્ણ
ગુણોના ભોક્તા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 2 December 2025

સર્વ તરફ હાથ-પગ, નેત્રો, મસ્તકો, મુખો અને કાનવાળા


सर्वत: पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् |
सर्वत: श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ||
भ.गी. 13.13

તે પરમાત્મા સર્વ તરફ હાથ-પગવાળા સર્વ
તરફ નેત્રો, મસ્તકો અને મુખોવાળા અને સર્વ તરફ
કાનવાળા છે. તે સંસારમાં સૌને વ્યાપીને સ્થિત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 1 December 2025

गीता जयन्ति कि आप सबको बहुत बहुत शुभकामनाए


ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्रुते |
अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ||
भ.गी. 13.12

જે જ્ઞેય એટલે કે પૂર્વોક્ત જ્ઞાનથી જાણવા યોગ્ય
છે તે પરમાત્મતત્ત્વને હું સારી રીતે કહીશ, જેને
જાણીને મનુષ્ય અમરતાનો અનુભવ કરી લે છે.
તે જ્ઞેય-તત્ત્વ અનાદિ અને પરમ બ્રહ્મ છે. તેને ન
સત કહી શકાય છે અને ન અસત કહી શકાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//