Saturday, 29 November 2025

વિસ સાધનો જ્ઞાન છે આ બધાથી વિપરીત છે, એ અજ્ઞાન


अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् |
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ||
भ.गी. 13.11

અધ્યાત્મજ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્ત્વજ્ઞાનના
સારરૂપે પરમાત્માનો સર્વત્ર અનુભવ કરવો. આ બધાં
એટલે કે વિસ સાધનો તો જ્ઞાન છે અને જે આ બધાથી
વિપરીત છે, એ અજ્ઞાન કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 28 November 2025

અવ્યભિચારિણી ભક્તિ હોવી અને જન-સમુદાયમાં પ્રીતિ ન હોવી


मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी |
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ||
भ.गी. 13.10

મુજ પરમેશ્વરમાં અનન્ય યોગ દ્વારા અવ્યભિચારિણી
ભક્તિ હોવી, એકાન્ત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો
સ્વભાવ હોવો અને જન-સમુદાયમાં પ્રીતિ ન હોવી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 27 November 2025

આસક્તિ મમતાનો અભાવ


असक्तिरनभिष्वङ्ग: पुत्रदारगृहादिषु |
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ||
भ.गी. 13.9

આસક્તિનો અભાવ પુત્ર, સ્ત્રી, ઘર અને ધન
આદિમાં મમતા ન હોવી, તથા પ્રિય અને અપ્રિયની
પ્રાપ્તિમાં સદાય ચિત્તનું હંમેશાં સમ રહેવું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 26 November 2025

વિષયમાં વૈરાગ્ય અહંકારનો અભાવ


इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कार एव च |
जन्ममृत्युजराव्याधिदु:खदोषानुदर्शनम् ||
भ.गी. 13.8

ઇન્દ્રિયોના વિષયમાં વૈરાગ્ય હોવો, અહંકારનો
પણ અભાવ હોવો અને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા
અને રોગ આદિમાં દુઃખરૂપ દોષોને વારંવાર જોવા.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 25 November 2025

આવશ્યક વીસ સાધનોનું જ્ઞાન ના નામથી આગળના પાંચ શ્લોકોમાં વર્ણન


अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् |
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रह: ||
भ.गी. 13.7

પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિગમનો અભાવ, દંભચરણનો
અભાવ, અહિંસા, ક્ષમાભાવ, સરળતા, ગુરુની સેવા, બાહ્ય
તેમજ આંતરિક શુદ્ધિ, સ્થિરતા અને મન વશમાં હોવું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे// 

Saturday, 22 November 2025

ક્ષેત્ર સંક્ષેપમાં કહેવાયું છે


इच्छा द्वेष: सुखं दु:खं सङ्घातश्चेतना धृति: |
एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् ||
भ.गी. 13.6

ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના
(પ્રાણ-શક્તિ) અને ધૃતિ આ વિકારો સહિતનું
આ ક્ષેત્ર સંક્ષેપમાં કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 21 November 2025

ચોવીશ તત્ત્વોવાળું ક્ષેત્ર


महाभूतान्यङ्ककारो बुद्धिरव्यक्त मेव च |
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचरा: ||
भ.गी. 13.5

મૂળ પ્રકૃતિ અને સમષ્ટિ બુદ્ધિ (મહતત્ત્વ),
સમષ્ટિ અહંકાર, પાંચ મહાભૂત તેમજ દસ
ઇન્દ્રિયો, એક મન અને પાંચ ઇન્દ્રિયોના વિષયો
(શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગન્ધ) આ જ ચોવીશ
તત્ત્વોવાળું ક્ષેત્ર છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//


Thursday, 20 November 2025

ક્ષેત્ર-શેત્રજ્ઞનું તત્ત્વ


ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधै: पृथक् |
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितै: ||
भ.गी. 13.4

આ ક્ષેત્ર-શેત્રજ્ઞનું તત્ત્વ ઋષિઓ દ્વારા બહુવિસ્તરથી
કહેવાયું છે તથા વેદમંત્રો દ્વારા વિવિધ પ્રકારે વિભાગપૂર્વક
કહેવામાં આવ્યું છે તેમજ સારી રીતે નિશ્ચિત કરેલાં યુક્તીપુર્વકનાં
બ્રહ્મસૂત્રનાં પદો દ્વારા પણ કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 19 November 2025

સઘળું સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ


तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् |
स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ||
भ.गी. 13.3

તે ક્ષેત્ર જે છે અને જેવું છે તથા જે જે વિકારોથી
યુક્ત છે અને જે કારણથી જે પેદા થયું છે તથા તે
ક્ષેત્રજ્ઞ પણ જે છે અને જે પ્રભાવવાળો છે, એ સઘળું
સંક્ષેપમાં મારી પાસેથી સાંભળ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 18 November 2025

બધાં ક્ષેત્રોમાં જીવાત્મા મને જ જાણ


क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत |
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ||
भ.गी. 13.2

હે ભરતવંશમાં ઉત્પન્ન થયેલ અર્જુન ! તું બધાં
ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા મને જ જાણ
અને ક્ષેત્ર-ક્ષોત્રજ્ઞનું જે જ્ઞાન છે, તે જ મારા મત
પ્રમાણે જ્ઞાન છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 17 November 2025

શરીરને "ક્ષેત્ર" અને એને જે જાણે તે "ક્ષેત્રજ્ઞ"


श्रीभगवानुवाच |
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते |
एतद्यो वेत्ति तं प्राहु: क्षेत्रज्ञ इति तद्विद: ||
भ.गी. 13.1

શ્રી ભગવાન બોલ્યા : હે કુંતીપુત્ર અર્જુન ! "આ"
રૂપને કારણે દેખાતા આ શરીરને "ક્ષેત્ર"-એવા
નામથી કહેવાય છે અને એ ક્ષેત્રને જે જાણે છે,
તેને જ્ઞાનીજનો "ક્ષેત્રજ્ઞ" એવા નામથી કહે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 15 November 2025

ધર્મમય અમૃતનું સારી રીતે સેવન


ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते |
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रिया: ||
भ.गी. 12.20

પરંતુ જે મારામાં શ્રદ્ધા રાખવાવાળા અને મારે
પરાયણ થયેલા ભક્તો આ જેવું કહ્યું છે તેવું જ
ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે, તે મને
અત્યંત પ્રિય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 14 November 2025

સિદ્ધ ભક્તનાં દસ લક્ષણો


सम: शत्रौ च मित्रे च तथा मानापमानयो: | शीतोष्णसुखदु:खेषु सम: सङ्गविवर्जित: ||
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् | अनिकेत: स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नर: ||
भ.गी. 12.18-19

જે શત્રુ અને મિત્રમાં તથા માન કે અપમાનમાં સમ છે અને
ઠંડી-ગરમી જેવી શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા અને સુખ-
દુઃખ જેવી મન-બુદ્ધિની અનુકૂળતા પ્રતિકૂળતામાં સમ છે અને
આસક્તિ વિનાનો છે અને જે નિંદા-સ્તુતિને સમાન સમજનાર,
મનનશીલ, જે ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થવા ન થવામાં
સંતુષ્ટ, રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે અને
સ્થિર બુદ્ધિનો તે ભક્તિયુક્ત મનુષ્ય મને પ્રિય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 13 November 2025

ન હર્ષ પામે, ન દ્વેષ કરે, ન શોક કરે, ન કશાયની કામના કરે


यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ् क्षति |
शुभाशुभपरित्यागी भक्तिमान्य: स मे प्रिय: ||
भ.गी. 12.17

જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક
કરે છે, ન કશાયની કામના કરે છે તથા જે શુભ અને
અશુભ સઘળાં કર્મોથી પર થઈ (રાગ-દ્વેષ વિનાનો) છે,
તે ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 12 November 2025

અપેક્ષા વિનાનો, શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો, વ્યથા રહિત


अनपेक्ष: शुचिर्दक्ष उदासीनो गतव्यथ: |
सर्वारम्भपरित्यागी यो मद्भक्त: स मे प्रिय: ||
भ.गी. 12.16

જે અપેક્ષા (આવશ્યકતા) વિનાનો, બાહ્ય તેમજ
આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો,
વ્યથા રહિત અને સર્વ આરંભોનો અર્થાત્ નવાં-
નવાં કર્મોના આરંભનો સર્વથા ત્યાગી છે, તેવો
મારો ભક્ત મને પ્રિય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 11 November 2025

હર્ષ, અમર્ષ (ઈર્ષ્યા), ભય અને ઉદ્વેગ આદિથી રહિત


यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च य: |
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो य: स च मे प्रिय: ||
भ.गी. 12.15

જેનાથી કોઈ પણ જીવ દુઃખ નથી પામતો અને
જે પોતે પણ કોઈ જીવથી દુઃખ નથી પામતો તથા
જે હર્ષ, અમર્ષ (ઈર્ષ્યા), ભય અને ઉદ્વેગ આદિથી
રહિત છે એ ભક્ત મને પ્રિય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 10 November 2025

જે મારો ભક્ત છે, તે મને પ્રિય છે


अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च | निर्ममो निरहङ्कार: समदु:खसुख: क्षमी ||
सन्तुष्ट: सततं योगी यतात्मा दृढनिश्चय: | मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्त: स मे प्रिय: ||
भ.गी. 12.13-14

સર્વ પ્રાણીઓમાં દ્વેષભાવ વિનાનો અને મિત્રભાવવાળો તથા દયાળુ
પણ અને મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ-દુઃખોની પ્રાપ્તિમાં
સમ, ક્ષમાશીલ, નિરંતર સંતુષ્ટ, યોગી શરીરને વશમાં કરીને, દ્રઢ
નિશ્ચયવાળો, મારામાં અર્પેલ મન-બુદ્ધિવાળો જે મારો ભક્ત છે,
તે મને પ્રિય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 8 November 2025

ત્યાગથી તરત જ પરમ શાન્તિ મળે છે


श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते |
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ||
भ.गी. 12.12

અભ્યાસથી શાસ્ત્ર જ્ઞાન ચઢિયાતું છે, શાસ્ત્ર જ્ઞાન
કરતાં ધ્યાન ચઢિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ
કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ ચઢિયાતો છે; કેમ કે
ત્યાગથી તરત જ પરમ શાન્તિ મળે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 7 November 2025

સર્વ કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ


अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रित: |
सर्वकर्मफलत्यागं तत: कुरु यतात्मवान् ||
भ.गी. 12.11

જો મારા યોગ (સમતા) ને આશ્રિત થઇને તું
અગાઉના શ્લોકમાં જણાવેલ સાધનને કરવામાં
પણ પોતાને અસમર્થ માનતો હોય, તો મન-બુદ્ધિ
આદિ વશમાં કરીને સર્વ કર્મોના ફળની ઇચ્છાનો ત્યાગ કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 6 November 2025

પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ


अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव |
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ||
भ.गी. 12.10

જોં તું અભ્યાસ યોગ માં પણ પોતાને અસમર્થ
માનતો હોય તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ
પરાયણ થઈ જા. મારે અર્થે કર્મોને કરતો રહીને
પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 5 November 2025

તું મને પામવાની ઈચ્છા કર


अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् |
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ||
भ.गी. 12.9

જો તું મનને મારામાં અચળ ભાવે સ્થિર (અર્પણ)
કરવામાં પોતાને સમર્થ ન માનતો હોય તો હે ધનંજય!
અભ્યાસયોગ દ્વારા તું મને પામવાની ઈચ્છા કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 4 November 2025

મનને મારામાં સ્થિર કર


मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय |
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशय: ||
भ.गी. 12.8

તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ
બુદ્ધિને જોડ; આ પછી તું મારામાં જ નિવાસ
કરીશ, એમાં લેશમાત્ર સંશય નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 3 November 2025

મૃત્યુરુપી સંસાર- સાગરમાંથી ઉદ્ધાર કરનારો


ये तु सर्वाणि कर्माणि मयि संन्न्यस्य मत्परा: | अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ||
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् | भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ||
भ.गी. 12.6-7

પરંતુ જે સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને અને મારે
પરાયણ થઇને અનન્ય યોગ-સંબંધથી મારું જ નિરંતર
ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે- હે પાર્થ ! મારામાં
ચિત્ત પરોવનારા તે ભક્તોનો હું સત્વરે મૃત્યુરુપી સંસાર-
સાગરમાંથી ઉદ્ધાર કરનારો બની જાઉં છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

 

Saturday, 1 November 2025

ઘણું દુઃખ વેઠીને


क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ||
अव्यक्ता हि गतिर्दु:खं देहवद्भिरवाप्यते ||
भ.गी. 12.5

અવ્યક્તમાં આસક્ત ચિત્તવાળા એ સાધકોને
પોતાના સાધનમાં કષ્ટ વધારે થાય છે; કારણ કે
દેહાભિમાનીઓ વડે અવ્યક્ત - વિષયક ગતિ ઘણું
દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//