Friday, 9 May 2025

યોગીને માટે હું સુલભ છું


अनन्यचेता: सततं यो मां स्मरति नित्यश: |
तस्याहं सुलभ: पार्थ नित्ययुक्तस्य योगिन: ||
भ.गी. 8.14

હે પૃથાપુત્ર ! અનન્ય-ચિત્તવાળો જે માણસ મારામાં
મુજ પુરુષોત્તમનું નિત્ય નિરંતર સ્મરણ કરે છે, તે નિત્ય-
નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું અર્થાત
તેને સુલભતાથી પ્રાપ્ત થઈ જાઉં છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 8 May 2025

"ૐ" એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ


सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च |
मूर्ध्न्याधायात्मन: प्राणमास्थितो योगधारणाम् ||
ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन् |
य: प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ||
भा.गी. 8.12-13

બધી ઇન્દ્રિયોનાં સંપૂર્ણ દ્વારોને રોકીને મનને હૃદય-
પ્રદેશમાં સ્થિર કરીને, અને પોતાના પ્રાણોને મસ્તકમાં
સ્થાપીને, યોગધારણામાં સમ્યક પ્રકારે સ્થિત થઇને જે
સાધક "ૐ" એ એક-અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ
અને મારું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ
માણસ પરમગતિને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 7 May 2025

વિદ્વાનો જે પરમપદને અવિનાશી કહે છે


यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागा: |
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ||
भा.गी. 8.11

વેદને જાણનાર વિદ્વાનો જે પરમપદને અવિનાશી કહે
છે, વીતરાગ યતિ જેને પ્રાપ્ત કરે છે તથા સાધક જેની
પ્રાપ્તિની ઈચ્છા કરતા રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે,
તે પદ હું તારા માટે સંક્ષેપમાં કહીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 6 May 2025

પરમ દિવ્ય પુરુષને જ પ્રાપ્ત થાય


कविं पुराणमनुशासितारमणोरणीयांसमनुस्मरेद्य: | 
सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमस: परस्तात् ||
प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव | 
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्स  तं परं पुरुषमुपैति दिव्यम् ||
भा.गी. 8.9-10

જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના ઉપર શાસન કરવાવાળા
સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ-પોષણ કરનાર, અવિદ્યાથી
અત્યંત પર, સૂર્ય સમાન પ્રકાશ સ્વરૂપ અર્થાત્ જ્ઞાનસ્વરૂપ અને
આવા અચિન્ત્ય સ્વરૂપનું ચિંતન કરે છે,
તે ભક્તિયુક્ત માણસ અંતસમયે નિશ્ચળ મનથી અને યોગબળથી
બે ભ્રમરોની મધ્યમાં પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરીને સ્મરતો-
સ્મરતો તે પરમ દિવ્ય પુરુષને જ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

Monday, 5 May 2025

અન્યનું ચિંતન ન કરવાવાળા


अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना |
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ||
भा.गी. 8.8

હે પૃથાનંદન ! અભ્યાસસ્વરૂપ યોગથી યુક્ત,
અને અન્યનું ચિંતન ન કરવાવાળા ચિત્તથી પરમ
દિવ્ય પુરુષનું નિરંતર ચિન્તન કરતો રહીને શરીર
છોડનાર મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 3 May 2025

નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર


तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च |
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ||
भा.गी. 8.7

માટે હે અર્જુન ! તું સર્વ કાળે એટલે કે નિરંતર
મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર; આ પ્રમાણે
મારામાં અર્પેલાં મન-બુદ્ધિથી યુક્ત થઇ તું ચોક્કસ
મને જ પામીશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 2 May 2025

અન્તકાળે જે-જે પણ ભાવનું સ્મરણ


यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् |
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावित: ||
भा.गी. 8.6

હે કુન્તીપુત્ર અર્જુન ! માણસ અન્તકાળે જે-જે
પણ ભાવનું સ્મરણ કરતો રહીને શરીરને છોડે
છે, સદા તે જ ભાવથી ભાવિત થઇને તેને-તેને
જ પ્રાપ્ત થાય છે અર્થાત્ તે-તે યોનિમાં ચાલ્યો જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//


 

Thursday, 1 May 2025

મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે


अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
य: प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशय: ||
भा.गी. 8.5

જે માણસ અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો
રહીને શરીર છોડીને જાય છે, એ મારા સ્વરૂપને
જ પ્રાપ્ત થાય છે, એમાં સહેજ પણ સંશય નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//