Saturday, 31 January 2026

જીવાત્મા મનનો આશ્રય લઇને વિષયોનું સેવન કરે છે


श्रोत्रं चक्षु: स्पर्शनं च रसनं घ्राणमेव च |
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ||
भ.गी. 15.9

આ જીવાત્મા મનનો આશ્રય લઇને જ શ્રોત્ર,
ચક્ષુ અને ત્વચા, રસના, અને ધ્રાણ આ પાંચેય
ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 30 January 2026

જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય


शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर: |
गृहीत्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ||
भ.गी. 15.8

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને
લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી બનેલો
જીવાત્મા પણ જે શરીરને છોડે છે, ત્યાંથી આ (મનસમેત
ઇન્દ્રિયો)ને લઈને, પછી જે શરીરને પામે છે એમાં ચાલ્યો
જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 29 January 2026

આત્મા પોતે મારો જ સનાતન અંશ છે


ममैवांशो जीवलोके जीवभूत: सनातन: |
मन:षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ||
भ.गी. 15.7

આ સંસારમાં જીવ બનેલો આત્મા પોતે મારો જ
સનાતન અંશ છે; અને તે પ્રકૃતિમાં રહેલી
મનસહિતની પાંચેય ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે
એટલે કે પોતાની માની લે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 28 January 2026

પરમપદને ન સૂર્ય, ન ચંદ્રમા અને ન અગ્નિ પણ પ્રકાશિત કરી શકે


न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक: |
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ||
भ.गी. 15.6

તે પરમપદને ન સૂર્ય, ન ચંદ્રમા અને ન અગ્નિ
પણ પ્રકાશિત કરી શકે છે અને જે પરમપદને
પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા
નથી, તે જ મારું પરમધામ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 27 January 2026

ઊંચી સ્થિતિવાળા મોહરહિત સાધક ભક્તો


निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा: |
द्वन्द्वैर्विमुक्ता: सुखदु:खसंज्ञैर्गच्छन्त्यमूढा: पदमव्ययं तत् ||
भ.गी. 15.5

જેમનાં માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યાં છે, જેમણે
આસક્તિરૂપ દોષોને જીતી લીધાં છે, જેમની પરમાત્માના
સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે જેમની પોતાની દ્રષ્ટિથી સંપૂર્ણ
કામનાઓ નાશ પામી ચુકી છે, સુખ-દુઃખરૂપી દ્વંદ્વોથી મુક્ત
થઈ ગયા છે એવા ઊંચી સ્થિતિવાળા મોહરહિત સાધક ભક્તો
તે અવિનાશી પરમપદ પરમાત્માને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 26 January 2026

ન તો તેની શરૂઆત, ન અંત, ન તો તેનું સતત અસ્તિત્વ


न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा |
अश्वत्थमेनं सुविरूढमूल मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ||
तत: पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूय: |
तमेव चाद्यं पुरुषं प्रपद्ये यत: प्रवृत्ति: प्रसृता पुराणी ||
भ.गी. 15.3-4

આ વૃક્ષનું વાસ્તવિક સ્વરૂપ આ દુનિયામાં જોવા મળતું નથી,
ન તો તેની શરૂઆત, ન અંત, ન તો તેનું સતત અસ્તિત્વ. પરંતુ
આ ઊંડા મૂળવાળા અશ્વત્થ વૃક્ષને અનાસક્તિની મજબૂત કુહાડીથી
કાપી નાખવું જોઈએ. પછી વ્યક્તિએ વૃક્ષના પાયાની શોધ કરવી
જોઈએ, જે પરમ ભગવાન છે, જેમનાથી ઘણા સમય પહેલા બ્રહ્માંડની 
પ્રવૃત્તિનો પ્રવાહ વહેતો થયો હતો. તેમનામાં આશ્રય લીધા પછી, 
વ્યક્તિ ફરીથી આ દુનિયામાં પાછો ફરશે નહીં.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 24 January 2026

સંસારવૃક્ષની ગુણો દ્વારા ફેલાયેલી વિષયોરૂપી કુંપળોવાળી શાખાઓ


अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला: |
अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ||
भ.गी. 15.2

તે સંસારવૃક્ષની ગુણો (સત્ત્વ, રજ, અને તમ) દ્વારા ફેલાયેલી
તથા વિષયોરૂપી કુંપળોવાળી શાખાઓ નીચે મધ્યમાં અને
ઉપર બધી બાજુ ફેલાયેલી છે. મનુષ્યલોકમાં કર્માનુસાર બાંધનારા
મૂળિયાં પણ નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલાં છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 23 January 2026

સંસારવૃક્ષને જે જાણે છે, તે સંપૂર્ણ વેદોને જાણનાર છે


श्रीभगवानुवाच |
ऊर्ध्वमूलमध:शाखमश्वत्थं प्राहुरव्ययम् |
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ||
भ.गी. 15.1

શ્રીભગવાન બોલ્યા-ઉપર તરફ મૂળવાળા તથા નીચે
તરફ શાખાવાળા જે સંસારરૂપ અશ્વત્થ વૃક્ષને (પ્રવાહરૂપે)
અવ્યય કહે છે અને વેદ જેનાં પાંદડાં છે, તે સંસારવૃક્ષને જે
જાણે છે, તે સંપૂર્ણ વેદોને જાણનાર છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 22 January 2026

બ્રહ્મનો, અવિનાશી અમૃતનો, શાશ્વત ધર્મનો અને એકાન્તિક સુખનો આશ્રય હું જ છું


ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च |
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ||
भ.गी. 14.27

બ્રહ્મનો અને અવિનાશી અમૃતનો તથા શાશ્વત
ધર્મનો અને એકાન્તિક સુખનો આશ્રય હું જ છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 21 January 2026

બ્રહ્મને પામવા યોગ્ય


मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते |
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ||
भ.गी. 14.26

જે મનુષ્ય અવ્યભિચારી ભક્તિયોગથી મારું
સેવન કરે છે, તે આ ત્રણેય ગુણોને પાર કરીને
બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 19 January 2026

ગુણાતીત મનુષ્ય


समदु:खसुख: स्वस्थ: समलोष्टाश्मकाञ्चन: | तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुति: ||
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयो: | सर्वारम्भपरित्यागी गुणातीत: स उच्यते ||
भ.गी. 14.24-25

જે ધીર મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે; સુખ-દુઃખને
સમાન તથા જે માટી, પથ્થર તેમજ સોનામાં સમાન ભાવ રાખે
છે; જે પ્રિય અને અપ્રિયમાં સમ છે, જે પોતાની નિંદા કે સ્તુતિમાં
પણ સમાન ભાવ રાખે છે; જે મન અને અપમાનમાં સમ છે,
મિત્ર અને શત્રુ પક્ષમાં સમ છે તેમજ જે સંપૂર્ણ કર્મોના આરંભનો
ત્યાગી છે, તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 17 January 2026

નથી તો દ્વેષ કરતો, નથી કોઈ ઈચ્છા કરતો અને નથી કોઈ ચેષ્ઠા કરતો


श्रीभगवानुवाच |
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव | न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ् क्षति ||
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते | गुणा वर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गते ||
भ.गी. 14.22-23

શ્રીભગવાન બોલ્યા - હે પાંડવ ! પ્રકાશ અને પ્રવૃત્તિ તથા મોહ
આ બધા સારી રીતે પ્રવૃત્ત થઇ જાય તો પણ ગુણાતીત મનુષ્ય
નથી તો દ્વેષ કરતો અને આ બધાં નિવૃત્ત થઇ જાય તો તેમની
ઈચ્છા કરતો નથી.
જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો અને જે ગુણો વડે વિચલિત કરી
શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એવા ભાવથી
જે પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે છે અને સ્વયં કોઈ પણ ચેષ્ઠા
કરતો નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 16 January 2026

ત્રણેય ગુણોને કઈ રીતે ઓળંગી શકાય


अर्जुन उवाच |
कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो |
किमाचार: कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ||
भ.गी. 14.21

અર્જુન બોલ્યા: હે પ્રભુ ! આ ત્રણેય ગુણોથી અતીત
પુરુષ કયાં ક્યાં લક્ષણોથી યુક્ત હોય છે ? તેનું આચરણ
કેવું હોય છે. અને આ ત્રણેય ગુણોને કઈ રીતે ઓળંગી શકાય છે ?

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 15 January 2026

વિવેકી મનુષ્ય જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા રૂપી દુઃખોથી રહિત થઈને અમૃતનો અનુભવ કરે છે


गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् |
जन्ममृत्युजरादु:खैर्विमुक्तोऽमृतमश्रुते ||
भ.गी. 14.20

દેહધારી વિવેકી મનુષ્ય શરીરની ઉત્પત્તિનાં કારણ
એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ,
વૃદ્ધાવસ્થા રૂપી દુઃખોથી રહિત થઈને અમૃતનો
અનુભવ કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 13 January 2026

વિવેકી વિચારકુશળ મનુષ્ય પોતાને ત્રણેય ગુણોથી પર અનુભવ કરે


नान्यं गुणेभ्य: कर्तारं यदा द्रष्टानुपश्यति |
गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ||
भ.गी. 14.19

જે કાળે વિવેકી વિચારકુશળ મનુષ્ય ત્રણ ગુણો સિવાય
બીજા કોઈને કર્તારૂપે નથી જોતો અને પોતાને ત્રણેય
ગુણોથી પર અનુભવ કરે છે ત્યારે તે મારા સ્વરૂપને
પ્રાપ્ત થઈ જાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 12 January 2026

સત્ત્વગુણમાં સ્થિત મનુષ્યો ઉચ્ચ લોકોમાં, રજોગુણમાં મનુષ્યલોકમાં અને તમોગુણનાં અધોગતિને પ્રાપ્ત થાય


ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसा: |
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसा: ||
भ.गी. 14.18

સત્ત્વગુણમાં સ્થિત મનુષ્યો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોમાં
જાય છે, રજોગુણમાં સ્થિત મનુષ્યો મનુષ્યલોકમાં જન્મ
લે છે અને તમોગુણનાં કાર્ય નિંદનીય તમોગુણની વૃત્તિમાં
સ્થિત તામસી મનુષ્યો અધોગતિને પ્રાપ્ત થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 10 January 2026

સત્ત્વગુણમાંથી જ્ઞાન, રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે


सत्त्वात्सञ्जायते ज्ञानं रजसो लोभ एव च |
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ||
भ.गी. 14.17

સત્ત્વગુણમાંથી જ્ઞાન અને રજોગુણમાંથી લોભ
જ ઉત્પન્ન થાય છે. તમોગુણમાંથી પ્રમાદ અને
મોહ અને અજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 9 January 2026

શ્રેષ્ઠ કર્મોનું નિર્મળ, રાજસ કર્મનું દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન મૂઢતા કહ્યું છે


कर्मण: सुकृतस्याहु: सात्त्विकं निर्मलं फलम् |
रजसस्तु फलं दु:खमज्ञानं तमस: फलम् ||
भ.गी. 14.16

વિવેકી પુરુષોએ-શ્રેષ્ઠ કર્મોનું તો સાત્ત્વિક નિર્મળ
ફળ કહ્યું છે, જયારે રાજસ કર્મનું ફળ દુઃખ કહ્યું છે
અને તામસ કર્મનું ફળ અજ્ઞાન મૂઢતા કહ્યું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 8 January 2026

નિર્મળ લોક, કર્મસંગી મનુષ્યયોનિ તથા મૂઢયોનિઓમાં જન્મ લે છે


यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् | तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ||
रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते | तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ||
भ.गी. 14.14-15

જયારે સત્ત્વગુણ વધ્યો હોય તે વખતે જો દેહધારી મનુષ્ય
મૃત્યુ પામે છે, તો તે ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ લોકોમાં
જાય છે. રજોગુણ વધતાં મૃત્યુ પામીને પ્રાણી કર્મસંગી મનુષ્યયોનિમાં
જન્મ લે છે તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ
મૂઢયોનિઓમાં જન્મ લે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 7 January 2026

ગુણોના મુખ્ય સંકેતો


सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते | ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ||
लोभ: प्रवृत्तिरारम्भ: कर्मणामशम: स्पृहा | रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ||
अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च | तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ||
भ.गी. 14.11-12-13

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ કુરુનંદન ! જયારે શરીરના બધા દ્વાર
જ્ઞાનથી પ્રકાશિત થાય છે, ત્યારે તેને સત્ત્વગુણનું અભિવ્યક્તિ સમજ.
જયારે રજોગુણ પ્રબળ બને છે ત્યારે હે અર્જુન લોભ, સાંસારિક લાભ
માટે શ્રમ, બેચેની અને તૃષ્ણાના લક્ષણો વિકસે છે. હે અર્જુન અજ્ઞાન
, જડતા, બેદરકારી અને ભ્રમ આ અજ્ઞાન ગુણના મુખ્ય સંકેતો છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 6 January 2026

ગુણ વૃદ્ધિ પામે છે


रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत |
रज: सत्त्वं तमश्चैव तम: सत्त्वं रजस्तथा ||
भ.गी. 14.10

હે ભરતવંશી અર્જુન ! રજોગુણ અને તમોગુણને
દબાવીને સત્ત્વગુણ વૃદ્ધિ પામે છે, સત્ત્વગુણ અને
તમોગુણને દબાવીને રજોગુણ વધે છે તેમજ સત્ત્વગુણ
અને રજોગુણને દબાવીને તમોગુણ વધે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 5 January 2026

સત્ત્વગુણ સુખમાં, રજોગુણ કર્મમાં અને તમોગુણ પ્રમાદમાં જોડીને મનુષ્ય પર વિજય કરે છે


सत्त्वं सुखे सञ्जयति रज: कर्मणि भारत |
ज्ञानमावृत्य तु तम: प्रमादे सञ्जयत्युत ||
भ.गी. 14.9

હે ભરતવંશી અર્જુન ! સત્ત્વગુણ સુખમાં અને
રજોગુણ કર્મમાં મનુષ્યને જોડીને વિજય કરે છે.
પરંતુ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને અને પ્રમાદમાં
જોડીને મનુષ્ય પર વિજય કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 3 January 2026

તમોગુણ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિદ્રા વડે બાંધે છે


तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् |
प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ||
भ.गी. 14.8

અને હે ભરતવંશી અર્જુન ! સૌ દેહધારીઓને
મોહિત કરનાર તમોગુણને તું અજ્ઞાનમાંથી
ઉપજેલો જાણ. તે આ જીવાત્માને પ્રમાદ, આળસ
અને નિદ્રા વડે બાંધે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 2 January 2026

રજોગુણ કર્મોની આસક્તિથી આ જીવાત્માને બાંધે છે


रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् |
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ||
भ.गी. 14.7

હે કુંતીનંદન ! રાગસ્વરૂપ રજોગુણને તું
તૃષ્ણા અને આસક્તિને પેદા કરનાર જાણ
તે કર્મોની આસક્તિથી આ જીવાત્માને બાંધે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//


 

Thursday, 1 January 2026

સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે જીવાત્માને બાંધે છે


तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् |
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ||
भ.गी. 14.6

હે નિષ્પાપ અર્જુન ! એ ત્રણે ગુણોમાં સત્ત્વગુણ
તો નિર્મળ હોવાને કારણે પ્રકાશક અને વિકાર
વિનાનો છે. તે સુખની આસક્તિથી એટલે કે સુખના
અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે જીવાત્માને બાંધે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//